જોઈએ

શો ભજવનારાઓ ને હાઉસફુલ થીએટર જોઈએ ,

લાઈફ જીવનારાઓ ને તો એક માત્ર કોર્નર જોઈએ .

ફ્રેન્ક ફાધર ,ગુડ મધર ,કેરિંગ ડોટર જોઈએ ,

માંદગી માં બીગ બ્રધર નહી ,સ્મોલ સિસ્ટર જોઈએ .

ખુબ ઉંચે પહોંચનારા એટલું જાણે જ છે ,

હાઈટ ઉપર ઓક્સિજન વાલા સીલીન્ડર જોઈએ .

પ્રેમીઓ જુના પુરાના ચાંદ થી ખુશ હાલ છે ,

એમણે ના માર્સ ,વિનસ કે જ્યુપિટરજોઈએ .

પાણી ની સાદીપરબ ક્યાં અમને ફાવે છે હવે ,

મીનરલ વોટર ,કૂલર, આર.ઓ કે ફિલ્ટર જોઈએ .

દોસ્ત પહેલાના જમાના માં તો એક જ મા હતી ,

આજે શીખવા માટે જુદા જુદા ટીચર જોઈએ .

જીવવા માટે ની પરમીત કાલે લેવી પણ પડે ,

હાલ મારવા માટે અમને કોર્ટ ઓર્ડર જોઈએ .

એવરીથિંગ ઇઝ ધેર સ્ટીલ જો લાઈફ બેટર જોઈએ,

આપણોપણ લેટગો કરવાનો નેચર જોઈએ .

મુકુલ ચોકસી .

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply