Category: શાયરી

  • આંસુ

    બહાર આવતા આંસુ ને એક જ વાત નડી છે, મારા હસવા કે રડવાની કોઈને ક્યાં કાંઈ પડી છે !

  • અરીસો

    આજે  મે  અરીસામાં      તિરાડ જોઇ  ‼ ખબર નહિં  …….       કાચ તૂટયો હતો         કે પછી …..  હુ  ❗ દર્દની પણ         એક અદા હોય છે, એ સહનશક્તિ વાળા પર જ           ફિદા હોય છે..

  • દોસ્તો

    રમત રમત માં વાત થઇ ગઈ , કાલે જોયા ને આજે મુલાકાત થઇ ગઈ , વિચારતા હતા કે કેવા મળશે દોસ્તો જીવન માં , તમે સૌ મળ્યા ને  હું તો ગાંડી ઘેલી થઇ ગઈ .

  • જિંદગી ના રંગ

    હર પલ જિંદગી ના રંગ બદલાય છે , સમય ની સાથે સ્વરૂપ બદલાય છે , પલ પલ માનવી ના મન બદલાય છે , નથી બદલાતા સંબંધો ,પણ સંજોગો જરૂર બદલાય છે .

  • સાથ -સંગાથ

    મારી એક સખીરાજુલ શાહે  એ મને વોટ્સઅપ પર સુંદર મજાની શાયરી મોકલી છે .એ હું આપ સૌ સાથે શેર કરું છું . કોઈ પ્રીત નિભાવી જાય ,કોઈ રીત નિભાવી જાય , કોઈ સાથ નિભાવી જાય ,કોઈ સંબંધ નિભાવી જાય , કરી દો જિંદગી કુરબાન તેના પર , જે દુઃખ માં પણ તમારો સાથ નિભાવી જાય […]

  • દોસ્તી

    સુરજ ને પોતાની રોશની પર ગર્વ છે ,ચંદ્ર ને ચાંદની ઉપર, તારાઓ ને  ઝગમગાટ ઉપર ગર્વ છે ને ફૂલો ને સુગંધ ઉપર , અને મને ગર્વ છે તમારી દોસ્તી ઉપર . શુભ મિત્રતા દીવસ . માયા રાયચુરા .

  • પતંગ

    સર્વે વાચક મિત્રો ને મકર સક્રાંતિ ની શુભ કામના .આજે એફ .બી પર સરસ ચાર લાઈન વાંચી .મને ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું . સહેજ ભીની સહેજ કોરી હોય છે, લાગણી તો ચંચળ છોરી હોય છે, હોય છે રંગીન પતંગો બધાની પાસે, પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

  • કસોટી

    ઝુકાવી તી ગરદન ઘણી ઉમ્મીદો લઇ ને , ખબર નહોતી કરીશ કસોટી તુ અમારી , પોતીકા ઓ ના હાથ માં જ ખંજર દઈ ને .

  • કોઈ પૂછે કેમ છો ?

    કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે , દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે , નયનો ની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે , છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે . – માયા રાયચુરા .  

  • પાણી ની ઘાત

    એક મિત્ર એ વોટ્સઅપ પર એક શાયરી મોકલી છે જે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ . ના સાગર માં ડૂબ્યો ,ના સરોવર માં ડૂબ્યો , ડૂબ્યો તો બસ એના અશ્રુ ની બુંદ માં , એક જયોતિષ ની કહેલી આ વાત છે , મને સાચે જ પાણી […]