સાથી વીના સંગી વીના એકલા જવાના ,એકલા આવ્યા અને એકલા જવાના .આજ ના દિવસે એક માં એ આ દુનિયા માંથી વિદાય લીધી .આજનો દિવસ મારી જિંદગી નો સૌથી દુખદ દિવસ હતો. માજીએ જાત્રાકરવા ની ઈચ્છા વ્યક્ત કરી અને પરિવાર ના સભ્યો જવા ની ના કહેતા હતા ,કારણ એમની તબિયત સારી નો’તી રે’તિ . ડોક્ટર ની પણ એકલા જવા દેવા ની ના હતી ,પણ માજી એ જીદ કરી ,સંઘ માં ઘણાં બધા છે એમ કહી જવાનું નક્કી કર્યું. પતિ , દીકરાઓ , દીકરીઓ દરેક ને પોતાની સાથે જાત્રાએ આવવાનું કહ્યું.પણ દરેક ને કૈ ને કૈ પોતાના પ્રોબ્લેમ હતા .કોઈને ગરમી , તો કોઈને કામ તો કોઈ ને પરીક્ષા નડી.કોઈ સાથે ના ગયું . માજી જાત્રા એ એકલા જ ગયા . જતા જતા બધા ને કૈ ને કૈ કહી ગયા .જાણે કેમ પાછા જ ન આવવાના હોય . જાત્રા ના ધામ માં ગયા પછી ૨ કે ૩ દિવસ બાદ બીમાર થયા અને આજ ના દિવસે જીવન ની યાત્રા પુરી કરી . ઘરે આ સમાચાર મળ્યા નેઆભ તૂટી પડવા ની વેદના અનુભવી .બધા એ એમની અંતિમ ક્રિયા કરી .જે એમની સાથે જવા તૈયાર નહોતા એમને પણ ત્યાં જવું તો પડ્યું જ ,તો પહેલે થી જ કેમ ના ગયા ?દરેક ને અફસોસ છે પણ શું થાય , ભગવાન ની લીલા જ અકળ છે .હવે તો બસ યાદ જ બાકી છે .
એકલા જવાના
by
Tags:
Leave a Reply