વાત કૈં ખાનગી રહેવાની નથી,
તને ચાહું છું વાત એ કહેવાની નથી…
હ્રદય ને મનનો આ કેવો છે ખેલ,
એમાં શરીર આ આપણું સામેલ,
એમાં મૂંગા ભલે, પણ આંખ છાની નથી,
વાત કૈં ખાનગી રહેવાની નથી…
પ્રેમ ભલે અંધ પણ લોકોને આંખ છે,
એમના શબ્દોને ફૂટેલી પાંખ છે,
પ્રેમની વાત કૈં અજાણી નથી,
વાત કૈં ખાનગી રહેવાની નથી…
ઝરણાને ખડક કદી રોકે નહી,
કોયલના સૂરને કોઇ ટોકે નહી,
મૌન જેવી ભલે કોઇ વાણી નથી,
વાત કૈં છાની રહેવાની નથી…
You must log in to post a comment.