સમય બચાવો
નોઆખલી યાત્રા વખતે એક દિવસ ગાંધીજી શ્રી રામપુર પહોચ્યા . ત્યાં એક અમેરિકી મહિલા તેમને મળવા આવી . તેમણે એક ભારતીય સજ્જન સાથે લગ્ન કર્યું હતું અને તે ટીપટા જીલ્લાના એક રાહત કેન્દ્રમાં કામ કરતી હતી .
તે પોતાની સાથે નોઆખાલીની પીડિત હિંદુ સ્ત્રીઓં માટે સિંદુર, શંખની બંગડીઓં, અને એવી બીજી વસ્તુઓં લાવી હતી . એ બધી તેણે ગાંધીજી સામે મૂકી દીધી . ગાંધીજી બોલ્યા –
` તમે આ બધી વસ્તુઓં કરખીલ કેન્દ્રમાં જમા કરાવી દો . ત્યાંથી વહેચવામાં આવશે .’
અમેરિકી મહિલાએ કહ્યું –
` જી, સારું . હું એમ કરીશ , પણ આપનો આગળનો કાર્યક્રમ શો છે ?’
ગાંધીજીએ જવાબ આપ્યો –
` હજુ નક્કી નથી .’
આમ – તેમ વાતો કર્યા પછી તે મહિલા જવા માટે ઉભી થઈ અને તેણે પૂછ્યું – ` મહેરબાની કરીને તમે જણાવશો કે તમારા આ પવિત્ર કામમાં હું શી રીતે મદદરૂપ થઈ શકું ?’
ગાંધીજીએ શાંત ભાવથી કહ્યું , ` તમે મારા કાર્યમાં એ રીતે મદદરૂપ થઈ શકો કે મારી દરેક ઘડી સાચવો અને મારું કામ કરવા દો .’
બિચારી મહિલા ચુપચાપ દબાતે પગલે ત્યાંથી જતી રહી .
Leave a Reply