સૌથી સારી જીવનકથા –
એક વિદ્વાન હતા . તે કેટલીયે ભાષાઓ જાણતા હતા . સારા સારા પુસ્તકોનું વાંચન કરતા હતા . એક મહાત્મા પ્રત્યે તેમને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો . તે મહાત્મા ખૂબ જ્ઞાની અને વિદ્ધાન હતા . ઈશ્વર પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવતા હતા . ખરેખર તો તેઓં ઈશ્વરની સાથે એકાકાર તલ્લીન થઈ ગયા હતા .
એક દિવસ એક મિત્ર તે વિદ્વાનની પાસે આવ્યા . વાતચીત દરમ્યાન વિદ્વાને તે મહાત્માનો ઉલ્લેખ કર્યો અને ખૂબ પ્રશંસા પણ કરી .
સાભળીને મિત્રે કહ્યું : ` જેનાથી આપ આટલા પ્રભાવિત છો, તેમની જીવનકથા કેમ નથી લખતા ? આપ પણ વિદ્વાન છો . જે લખશો, તે શ્રેષ્ઠ જ હશે . વાચક તેને વાંચશે અને તેના દ્વારા પોતાના જીવન માટે બોધ મેળવશે .’
વિદ્વાને કહ્યું : ` આપ યોગ્ય જ કહો છો . હું મહાત્માજીની જીવનકથા જ લખી રહ્યો છું .’
ખુશ થઈને મિત્રે કહ્યું :
`વાહ, આ તો આપે ખૂબ જ સારી જાણ કરી . સારું, એ બતાવો કે જીવનકથા ક્યારે લખાઈ જશે ?’
વિદ્વાને થોડી વાર શાંત રહીને ગંભીર સ્વરમાં કહ્યું :
` હું પેન વડે કાગળ પર જીવનકથા લખતો નથી . સૌથી શ્રેષ્ઠ જીવનકથા તો જીવનમાં લખવામાં આવે છે . હું તેના માટે જ પ્રયત્ન કરી રહ્યો છું . ‘
મિત્ર આગળ કશુંય બોલ્યો નહી . ચુપચાપ ઉઠીને ચાલ્યો ગયો .
સૌથી સારી જીવનકથા
by
Tags:
Leave a Reply