Month: January 2012
-
હૈયા ની વાત
મારે કંઈક કહેવું છે આજ, મને કહેતા આવે છે લાજ , ગાલ ઉપર ઉપસે શરમ ના શેરડા , હોઠ છાનું છાનું મલકાય , હૈયા ની વાત હોઠ પર આવે નહી ને ,મળવા મન અધીરું થાય , જોયા તમને ને ધબકારા વધી ગયા ,નજર મિલાવા નું મન થાય, કહી શક્યા માત્ર એટલું જ કે રોજ તમને…
-
મીઠા સંભારણા
આજે પોષી પુનમ છે .આજે ચાંદ પૂર્ણ કળાએ ખીલે છે .ગુજરાત માં ઘણા ઘરો માં આજે નાની બાળા ઓ વ્રત રાખે છે . આખો દિવસ ફળ ચીક્કી વગેરે ખાય છે અને રાતે ચાંદ નીકળે પછી અગાશી એ ભાઈ બેન સાથે જાય છે . રોટલી માં ગોળ છેદ કરી તેમાંથી ચાંદ ના દર્શન કરે અને બોલે…
-
મહેલ
મહેલ મોટા ને મન જેના સાંકડા રે , કોઈ જાશો ના એવા ને આંગણે રે અંદર મેલા ને બહાર ઉજળા રે , નામ મોટા ને કાળા જેના કામ રે …કોઈ જાશો જમ જેવા મહેમાન જેને લાગતા રે , જેની વાણી માં નહી આદરમાન રે ….કોઈ જાશો અમે ડાહ્યા ને બીજા મૂરખા રે ,હોય અંતર માં…
-
મુસાફર
ઓ મુસાફર , સંભાળજે , હમસફર બની કોઈ લુંટી લેશે , મંઝીલ મળે તે પહેલા ,રાહબર પણ છોડી દેશે , ના વિશ્વાસે કદી રહેજે વચન પર કોઈના , પરાયા શું ,પોતાનાં પણ દગો દેશે . હું મારી જાતે જ ઝંપલાવી દેત સાગર માં મઝધારે , ખબર નહોતી કે કિનારા પણ દગો દેશે . ભલા મને…
-
મૃત્યુ
( માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ) માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ,ત્યારે વાત બધી સમજાય છે , મોંઘુ તન અંત વેળાએ જયારે અટકી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે . એ સમય ની વાત શું કહેવી ,કુદરત લાગે કોર્ટ જેવી , ખડે પગે ત્યાં જવાબ દેતા જીવડો…
-
પ્રેમ
પ્રેમ ને લખી ,વાંચી , સાંભળી કે વર્ણવી શકાતો નથી , ફક્ત અનુભવી શકાય છે .
-
સ્નેહ
સૌ વાચક મિત્રો ને મારા હેપી ન્યુ ઈયર . ચાલો નવા વર્ષે નવી શરૂઆત કરીએ . સ્નેહ નો કરીએ સરવાળો ને , નફરત ની કરીએ બાદબાકી , ગુણો નો કરીએ ગુણાકાર ,અને દુર્ગુણો નો કરીએ ભાગાકાર , જીવન રૂપી નકશા નો બદલીએ આકાર .