Author: shilpa thakkkar

  • દીકરી

                                 અછાંદસ રચના મારે તને કઈ કહેવાનું ન હોય  હે દિકરી, તું જાણે છે ? કે પુત્રીનો જન્મ થયા પછી દુનિયાના દરેક પિતાની એક જ પ્રાર્થના હોય છે, ` મારી દીકરીને સુખી કરજો .’ પિતા કહે છે , મારી દીકરીને એક કાંટો વાગવાનો હોય તો ભલે મને હજાર કાંટા વાગજો, પણ એના માર્ગમાં તો ફૂલો જ…

  • દીકરી

                                  અછાંદસ રચના તને શાળાએ ભણવા મૂકી ત્યારે દિકરી, મને ક્યાં ખબર હતી કે અર્ધી કન્યા વિદાય હતી, એક પિતા અને પુત્રીના વિખૂટાં પડવાનો એ આરંભ હતો ! પછી તે મારી આગળી ઝાલ્યા વિના એકલા એકલા જ ગણિતનો એકડો ઘુટ્યો, હિચકામાં બેઠી , શાળાના નવા પરિવાર વચ્ચે તે તારી જાતને ગોઠવી, પડતાં, રમતાં તારી આંખ…

  • મહાશય

    કરો ન બહુ રોકકળ મહાશય, હિસાબ સીધો-સરળ મહાશય . કદીક ખૂલે બધીય પળ આ, કદી બને એ પડળ મહાશય . તમે જ હોડી, તમે જ દરિયો , તમે જ પોતે વમળ મહાશય . અહી અરીસા બધા ખુદા છે , અને ખુદા છે અકળ મહાશય . કલમ કશુંયે કરી શકે ના, ગઝલ સ્વભાવે ચપળ મહાશય .

  • ટોળેટોળા

    ટોળેટોળા એક અને હો એક બરાબર ટોળેટોળા, અવઢવ રગ રગ છેક બરાબર ટોળેટોળા . પોથી પર ચીતરવા માણસ નામે ઘેટાં , પંડિતજી લે ટેક બરાબર ટોળેટોળા ઘેન ભરેલી આંખોમાં બસ પડછાયા ને , સપનાં ઠેકાઠેક બરાબર ટોળેટોળા, ટોળાની ઘટનાઓની લાંબી હારો પણ, માપો ત્યાં વેતેક બરાબર ટોળેટોળા, રસ્તો, સરઘસ ઝંડો, સૂત્રો મારામારી, આવું એકાએક બરાબર ટોળેટોળા .

  • આ તે કેવું ભણતર ?

    કેવું ભણતર ? સેવાગ્રામમાં કોઈ બિમાર પડે તો તેની દવા પુછવા બધા ગાંધીજી પાસે આવતા . એક વખત એક વૃધ્ધ ધોબણ આવી . તેની ઉંમર 75 વર્ષની હશે . તેને ખૂબ ખંજવાળ આવતી હતી . તે વારંવાર રડતી અને માટીની દીવાલો સાથે પાતાનું શરીર ઘસતી . તેણે ગાંધીજીને કહ્યું – ` આ ખંજવાળ મારો જીવ લેશે .’…

  • આજ મધમધતી હવા સ્પર્શી ગઈ

    આજ મધમધતી હવા સ્પર્શી ગઈ, તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ . એ જ કેડી એ જ વાતો આપણી એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ આગળીને એકલી છોડી ગઈ એક વીટીની કથા સ્પર્શી ગઈ હું મને ખુદને હવે ભૂલી જઉં મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ એટલે તો અવતરે છે આ ગઝલ, એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .

  • ચાઈનીઝ વાનગી ચાઉ ચાઉ

    ચાઈનીઝ  વાનગી  ચાઉ ચાઉ સામગ્રી  300 ગ્રામ ફણસી 10 દાંડી સેલરીની ભાજી 200 ગ્રામ કેપ્સિકમ 300 ગ્રામ ગાજર એક ચમચી આજીનો મોટો એક ચમચી સોયા સોસ સાંતળવા માટે તેલ 100 ગ્રામ નુડલ્સ 4 નંગ લીલી ડુંગળી 300 ગ્રામ કોબીજ એક ચમચી ખાંડ એક ચમચો કોનફલોર સ્વાદ અનુસાર મીઠું રીત  એક વાસણમાં પાણી ઉકાળો . પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ,…

  • પપ્પા ની આજીવન પ્રશંસક

    મારી લાડકી દીકરી ,        કેમ છે તું ? આનંદ માં ને ! આનંદ માં જ હોઈશ કા .કે તારો સ્વભાવ જ ખુશ રહેવાનો અને બીજા ને ખુશ રાખવા નો  છે એ હું જાણું છું .બસ સદાય આમ જ ખુશ રહેજે ને સૌ ને ખુશ રાખજે .તારા મારા ઉપર ના પ્રેમ ની મહેક આજેય  દુર…

  • દીકરી ના હૃદય નું ગીત

    મારી વહાલી દિકરી, વેલેન્ટાઈન  ડે  જેવા દિવસે લાકડી લઈને નીકળી પડતા સમાજ ના ઠેકેદારો જેવા તું મને ન ગણતી, હું તો તારા હ્નદયનું ગીત સાંભળવા આતુર છું . હું જાણું છું કે તું પણ સંવેદનશીલ મનુષ્ય છે અને એ ઘણી જ મોટી વાત છે . તારા  સંવેદનો વેડફાઈ ન જાય એની ચિતામાં હું કયારેય કઠોર પથ્થર નહી બનું,…

  • મારી વહાલી દીકરી

    મારી દિકરી, જે જગતમાં તું પ્રવેશી છે તે તારા આવતાં પહેલાથી જ અંધકાર અને ઉજાસમાં વહેચાઈ ગયું છે . તું જે તરફ ઊભી રહીશ એ તને મળશે, અંધકાર  પાસે છે નિરાશા, ઉદાસી અને અફસોસ . ઉજાસ પાસે છે આશા, ખુશી અને ઉમંગ . આપણે ઉજાસના  માર્ગે જ આગળ આવ્યા છીએ પુત્રી, અને ઉજાસનો માર્ગ જ છે આપણું…