Category: ગીત

  • કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

    લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં…

  • મેઘરાજા ની પધરામણી

    મેઘ રાજા મન મૂકી ને વરસી રહ્યા છે અને પ્રકૃત્તિ ને રસ તરબોળ કરી રહ્યા છે .સૃષ્ટિ નવ પલ્લવ થઇ રહી છે .ધરતી પુત્રો આનંદ થી ઝૂમી ઉઠ્યા છે .પશુ પક્ષીઓ સહુ ને મેહુલો ભીંજવી રહ્યો છે અને માનવી ને કાળજે પણ જાણે ટાઢક વળી છે કે અબ અચ્છેદિન આયેંગે .લાગે છે કે તાનારીરી ની…

  • કન્યા વિદાય નું ગીત

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત સમી સાંજનો ઢોલ ઢબૂકતો…. પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે. સમી સાંજનો ઢોલ ઢબૂકતો…. જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને…

  • મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ

    મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં કે તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે, ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે; મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે, તારી આંખોમાં…

  • જીના તેરી ગલી મેં

    મારી નાની બેને સુંદર મઝા નું જુનું ગીત એના અવાજ માં રેકોર્ડ કરી ને મોકલ્યું છે .મને ખુબ ગમ્યું એટલે આપ સૌ સાથે એ ગીત શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ સાંભળવું ગમશે .

  • તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે

    તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ વહેતા વાયરાને કેમ કરી વારુ ધારી ધારીને તમે બોલ્યા બે વેણ એની અણધારી ચોટ ઉરે લાગી જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી એની ભ્રમણામાં રાતભર જાગી ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું આપણી તે મેડીએ રે આપણ બે…

  • ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ

    હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. નવી ફેશનની ધૂન બધે લાગી, ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. વરણાગી વીરાની વરણાગી વહુ બનો, થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો, મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી, ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી. કરો થોડો થોડો લટકો…

  • કહું છું જવાનીને, પાછી વળી જા ……. – અવિનાશ વ્યાસ

    કહું છું જવાનીને, પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે મનને ન ગમતું ઘડપણનું ડહાપણ પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે મનની સ્થિતિ હમેશા આશિક રહી છે કાલે જ મેં કોઇને માશુક કહી છે ફરી પાછા મળશું પાગલ થવાને હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે મુહોબ્બત તો મારો હક છે…

  • દીકરી મારા ઘર નો દીવો

    ચાલો આજે એક સુંદર મજા નુ દીકરી ઉપર ના વહાલ નુ ગીત સાંભળીએ .  

  • જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

    જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું ! હું તો બોલીશ છતાં માનશો તમે કે…