યોગ

વહેલી સવારે સારું વિચારું ….એ યોગ છે…

બોલું ન કોઈ માટે નઠારું …. એ યોગ છે…
પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં.. બીજાની ભૂલ પણ હું સુધારું ….એ યોગ છે….
આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે..

મહેનત કરી વજનને ઉતારું ….એ યોગ છે…
મારા ગણીને સૌને પુકારું …એ યોગ છે…

આનંદથી ઘરે હું પધારું …એ યોગ છે….
વહેચું બધુય કીમતી મારું …એ યોગ છે….

માગું કદી નહિ જે છે તારું…. એ યોગ છે…
“વિશ્વ યોગ દિવસની શુભકામના…”
🌹🙏🙏👍🏻🙏🙏🌹

મારા પપ્પા 

કોઇયે પૂછ્યુ કે ઍવી કઈ જગ્યા છે જ્યાં દરેક ભૂલ, દરેક ગુનાઓ માફ થઈ જાય છે?                       ઍક બાળકે હસતા જવાબ આપ્યો કે મારા પપ્પાનું દિલ.!!!!!!                                              *                                           🙏🏻🙏🏻 *Happy father’s day * 💐💐

પિતા

શરૂઆત કરી જો

તું આવ જરા પાસે અને વાત કરી જો
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો…!!!

 “પિયર એટલે “

માણસ માણસ રમીએ

કોઈ ઝાડ તોડશો નહીં…   

​દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચારો આપ સૌ સાથે માણું છું…..

 ” મારી ચિતા પર રાખવા 

        કોઈ ઝાડ તોડશો નહીં…   

   આવતો જન્મ જો પક્ષીનો 

               મળ્યો

  તો હું મારા માળા રૂપી

    ઘર ક્યાં બાંધીશ……? “

સરનામું મંદિરનું 

લઇ કદીય સરનામું મંદિરનું 

હવે મને ભટકવું નથી,

જાણીલો, પ્રસાદ સિવાય 

ત્યાં કઈજ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ,

તારા નામથી આ કતારમાં,

થાય કસોટી તારી,

એ પગથીયું કદી ચઢવું નથી.
હશે મન સાફ, તો 

અંતરમાં બિરાજે છે તું આપોઆપ,

દીધું છેને દેશે જ,

ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યા,

માણસની ભાષા?

તારામાં લીન થાઉં,

એથી વિશેષ માણસ બનવું નથી..

​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે

​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે..
પુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે…
પુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે…
પુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે..
સાહેબ.. સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા..!
ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ..
નાનો હોઈ ત્યારે બહેન ભાઈનું વિચારે…

થોડો મોટો થાય એટલે માં બાપ નું વિચારે…

લગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે…
છતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન.. મતલબી પુરુષ જ લાગે !
ઘરમાં 4 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે ? મોટા ઘર બંગલા કોના માટે ? 

છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે..!
ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીના..

છતાં પણ પુરુષ ખર્ચાળો લાગે!
પત્ની ને તહેવારો પર દાગીનાઓ લાવી આપે.. ને પોતે એક વીટી માં ખુશ રહે છતાં પણ તે પત્નિને કંજૂસ લાગે!

નાનપણ થી જ માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે ?
આજકાલ નીકળ્યા છે સ્ત્રીઓ ને પુરુષ સમોવડી બનાવવા બધાં પણ શું કોઈ ને પુરુષ જેવી સ્ત્રી ગમશે ? અથવા તો સ્ત્રી જેવો કોઈ ને પુરુષ ગમશે?
જરા વિચારજો..

ગમે તો આગળ વધારજો…