Mindblown: a blog about philosophy.

  • ન આવ્યું આંખમાં આંસુ, -કૈલાસ પંડિત

    ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે , દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે . તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર , સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે . ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા, અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે . પડી ‘કૈલાસ’ના શબ…

  • કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

    કેટલાક તડકા કેટલા આકરા હોય છે ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ. હવે, કચ્ચીને દાઝ કાઢતી કપચી પર, છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને, મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે, ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે, એ પહોંચે છે બંગલે. ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે…

  • અમે એવા છઇએ – સુરેશ દલાલ.

    અમે એવા છઇએ, અમે એવા છઇએ. તમે માછલી માગો ને અમે દરિયો દઇએ. તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત, તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત, તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ, અમે તારા બગીચાની માલણ છઇએ. તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ, અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત, તમે…

  • ટાઈમ પાસ

    ૧  કાશ્મીર અને વાઈફ મા શું સમાનતા છે ? એમ તો બેય સમસ્યા જ છે પણ જો પડોશી નજર બગાડે તો બહુ ગુસ્સો  આવે છે . ૨  છોકરીઓ ની અડધી ઉમર સારા પતિ ની તલાશ માં અને બાકીની અડધી ઉમર પતિ ની તલાશી માં જ વહી જાય છે . ૩  આજ નો સુવિચાર – બદામ…

  • ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

    વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની, સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની. ‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી, દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની? મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો, રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની. ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર, ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની. ચંદ્ર ને સૂરજ કહે છે…

  • કન્યા વિદાય નું ગીત

    સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત સમી સાંજનો ઢોલ ઢબૂકતો…. પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે. સમી સાંજનો ઢોલ ઢબૂકતો…. જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને…

  • મા

    મા તો મા હોય છે , એ ક્યાં કોઈ ની મોહતાજ હોય છે ? એ તો સંતાનો ની સરતાજ હોય છે .

  • ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

    ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન, નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન, રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય…

  • અકળામણ

    વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ? આકાશે ખાલી શું રખડ્યાકરો છો ? જેમ ચૂટણીમાં રખડે છે નેતા. આખ્યુંમાં  આંસુનાં વાવેતર થઈ ગ્યા છે તમને જરાય એનો ખ્યાલ છે ? નહિતર ચોમાસું આવું મોંઘું ના થાય,  લાગે છે વચ્ચે દલાલ છે. ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઈ ગ્યા છે કાન…

  • શબ્દ ની બેડી પડી છે

    શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ? ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ? બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત, આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ! લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ ! એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ? – રમેશ પારેખ

Got any book recommendations?