Mindblown: a blog about philosophy.
-
થોડુ હસી લો
-
આ તો નવુ વરસ છે!
જો ને કેવું સરસ છે! આ તો નવું વરસ છે. સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે! આ તો નવું વરસ છે. જુઠું નકારી સાચું સ્વીકારીએ, જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે! આ તો નવું વરસ છે. ભૂલી જઈને ‘અંતર’ , રહીએ ‘અંતર’ માં ચાલને ‘પ્રયાસ’, આવો એક નિખાલસ પ્રવાસ કરીએ …
-
ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે
(ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે) ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે. તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી , માટે ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે ઘણા બધા સપના ઓ છે મારી આંખો માં થોડાક તે બતાવેલા , થોડાક મેં સંગરેલાં , કેટલાક સબંધો છે મારી સાથે જોડાયેલા…
-
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
*નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના* પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાંહળાંનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે; અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું; પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ…
-
ફકત અમે બે હોઇએ છે
અમે બે દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં, અહીં તો બસ અમે બે જ. જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે, અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ. મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે…
-
ભેદ આવો તો ના રખાય પ્રભુ,
ભેદ આવો તો ના રખાય પ્રભુ, આ તરફ પણ નજર નખાય પ્રભુ. સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા, એવડા આંસુ પણ ચખાય પ્રભુ. ચીર પૂર્યા’તા કદી તેં મારા, પીડ મારી નહીં પૂરાય પ્રભુ? રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું, હર જગા મારાથી દઝાય પ્રભુ ! મારી દીકરી જુવારા વાવે છે, ક્યાંક મારા સમી ન થાય પ્રભુ…
-
શિક્ષણ પધ્ધતિ બદલો
શિક્ષણ પધ્ધતિ બદલો બાળકો અને દેશનું ભવિષ્ય આપોઆપ બદલશે * NCC તાલીમ ફરજિયાત કરો * રોજ એક પિરિયડ ફીટનેસ * એક પિરિયડ નર્સિંગ તાલીમ * એક પિરિયડ રસોઈ તાલીમ *એક વિષય ટેકનીકલ તાલીમ નો જેમ કે સુથારીકામ માટીકામ પ્લમ્બીંગ ઈલેકટ્રીશીયન ખેતી/ કીચન ફાર્મીંગ ઘરકામ બધા ચોપડીની ગોખણપટ્ટીનું શિક્ષણ આપી આપણે શુ મેળવીએ છીએ? લાંબા વાળવાળા…
-
ભીતર થી શુદ્ધ થા
???લાભ પાચમ ની ઝવેરચંદ મેઘાણી ની એક રચના સાથે શુભકામના ?? “ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા; સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
-
દીપાવલી ના પાવન પર્વ ની શુભેચ્છા તથા થયેલી ભૂલો ની ક્ષમા યાચના
-
દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???*
*હું શોઘુ તને… દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???* *હું શોઘુ તને ગલી ફળિયામાં … તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં….* *હું શોઘુ તને ટમટમતા દિવડામાં…* *તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં…* *હું શોઘુ તને ફળિયાની રંગોળીમાં..* *તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં…* *હું શોઘુ તને સાકરની મીઠાસમાં ..* *તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..* *હું શોઘુ તને મંદિરની…
Got any book recommendations?
You must be logged in to post a comment.