ક્યારેક એવું પણ બને ,કે રણ ને મીઠું ઝરણ મળે ,
ક્યારેક એવું પણ બને કે ,સ્વપ્ન ના વાવેતર મળે ,
ક્યારેક એવું પણ બને કે ,જળ મહી માછલી તરફડે ,
કયારેક એવું પણ બને કે ,તણખલું ડુબે ને પત્થર તરે,
ક્યારેક એવું પણ બને કે ,ઘણું કહેવું હોય પણ શબ્દ ના મળે ,
ક્યારેક એવું પણ બને કે ,લાગણી ને વાચા ફૂટે ને સુંદર ગઝલ મળે .
માયા રાયચુરા .
Leave a Reply