Category: લોકગીત

  • ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહી -બાળગીત

    આજે વિશ્વ ચકલી દિવસ ના દિવસે ચલો સાથે મળીને એક મજા નું બાળગીત સાંભળીએ અને બાળપણ ના એ દિવસો યાદ કરી ને ખુશ થઈએ.

  • ધમધમક ધમ ધમ ધમ સાંબેલું

    ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું… અલક મલકનું અલબેલું… સાંબેલું… જનમ જનમથી વહુને માથે ભાંગેલું… સાંબેલું… જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી સાંબેલું.. ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું… અલક મલકનું અલબેલું… સાંબેલું… જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડો સાંબેલું… ધમ ધમક […]

  • ઝાંઝર અલક મલક થી આવ્યું રે – સુન્દરમ

    હમણાં નવરાત્રી ચાલે છે ત્યારે બધાજ મન મુકીને નાચવા માટે થનગનતા હોય છે .અને એમાં મને હિમાલી વ્યાસ ના મધુર કંઠે ગવાએલી શ્રી સુન્દરમ  ની આ સુંદર રચના કે જેણે લોકો ના હૃદય માં અડીંગો જમાવ્યો છે અને હમેશા ફરી ફરી ને ગણગણવું ગમે એવું આ ગીત જેને લોકગીત પણ કહી શકાય એ યાદ આવ્યું […]

  • વાવડી ના પાણી ભરવા ગ્યા’તા

    વાવડી ના પાણી ભરવા ગ્યા’તા હો રાજ રે! વાવડી ના પાણી ભરવા ગ્યા’તા મને કેર કાંટો વાગ્યો . હો રાજ રે! વડોદરા ના વૈદડા તેડાવો ! મારા કાંટડીયાકઢાવો! મને પાટડિયા બંધાવો ! મને કેર કાંટો વાગ્યો . હો રાજ રે !ધોરાજી ના ઢોલિયા મંગાવો ! મહી પાથરણા પથરાવો !આડા પડદલડા બંધાવો ! મને કેર કાંટો […]

  • ગોરમા ગોરમા રે

    હમણાં ગોરો એટલે  મોળાકત નું વ્રત ચાલે છે .અષાઢ માસ ની સુદ એકાદશી થી ગુરુ પૂર્ણિમા સુધી આ વ્રત કરવા નું હોય છે .નાની બાળાઓ આ વ્રત કરે છે અને અષાઢ સુદ તેરસ થીઅષાઢ વદ બીજ સુધી   જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે.આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે. નાની મોટી છોકરીઓ ને […]

  • એક ઝાડ માથે ઝુમખડું

    એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક સરોવર પાળે આંબલિયો આંબલિયે ઝૂલતી ડાળ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક આંબા ડાળે કોયલડી એનો મીઠો મીઠો સાદ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક નરને માથે પાઘલડી પાઘડીયે ફૂમતા લાલ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક ભાલે કંકુ ચાંદલિયો એના રાતા […]

  • તને જાતા જોઈ – મનહર ઉધાસ

    તને જાતા જોઈ પનઘટની વાટે મારૂ મન મોહી ગયુ, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ, કેડે કંદોરોને કોટમાં દોરો તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ, રાસે રમતી આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે, મારૂ મન મોહી ગયુ, બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે તારી ગાગરની છલકાતી છાંટે, મારૂ મન મોહી […]

  • લગ્ન ગીત

    સમજુ બેની સાસરે જાઓ ,જઈ ને કુળ દીપાવજો બેની . સાસુ સસરા ની સેવા કરજો,દીકરી થઇ ને રહેજો બેની , જેઠ જેઠાણી ને માન દેજો આમન્યા માં રહેજો બેની ……………સમજુ બેની ………. દિયર તમારો નાનો વીરો ,ઝાઝા લાડ લડાવજો બેની , નણંદ તમારી  સાહેલી સરખી ,હળી મળી રહેજો બેની ……………સમજુ બેની ………. પતિ તમારો જીવન […]

  • નવી તે વહુ ના હાથ માં રૂમાલ – અવિનાશ વ્યાસ

    માલા રે માલ, લહેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથમાં રૂમાલ. હે લપટી જપટી દેતી રે તાલ શરમને શેરડે શોભતા રે ગાલ કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ….. હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો […]

  • લગ્ન ગીત

    હવે લગ્નગાળો  શરુ થાશે .લગ્ન ગીતો ની રમઝટ બોલશે .તો ચાલો આપણે પણ એક સુંદર લગ્નગીત ને માણીએ . તમે રહેજો …..ભાઈ માન માં ,અમે આવશું તમારી જાન માં , અમે જાન  માં કરશું જલસા , અમે ગાશું મંગલ ગીતડા . આ દાદા તમારા દાદી તમારા હેતે થી તમને પરણાવશે , આ અદા તમારા ,ભાભુ […]