Category: ઉખાણું

  • કહો જોઈએ

    કહો જોઈએ એવી કઈવસ્તુ છે જેમાં આપનાર નો હાથ નીચે અને લેનાર નો હાથ ઉપર હોય . ઉત્તર :  છીંકણી  

  • લીલો છોડ

    હું નાજુક લીલો છોડ ,પાન પણ મારા નાના , મારા પાન ને સ્પર્શ કરો તો ,બિડાય જાય છાનામાના . બોલો હું કોણ ? જવાબ :- લજામણી

  • રાણી

    ફૂલો ની રાણી છુ પણ મહેલ મા રહેતી નથી , ખીલું છુ અને સુવાસ પસરાવું ફક્ત રાતે , બોલો હું કોણ ? જવાબ :- રાતરાણી

  • આભલા

    ગણ્યા ગણાય નહી ,વીણ્યા વીણાય નહી તોય મારા આભલા માં માંય નહી . બોલો એ શું ? ઉત્તર :તારા .

  • કોટડી

    એક કોટડી ને બત્રીસ સિપાહી . બોલો એ શું? ઉત્તર ;દાંત .

  • બોલો આ કોણ

    એક જનાવર એવું ,પૂંછડે પાણી પીતું .બોલો એ કોણ ? જવાબ : – મને ખબર નથી ,જો તમને ખબર હોય આ ઉખાણા નો જવાબ તો  રીપ્લાય કરજો. ગેસ્ટ બોક્ષ્ માં પણ લખી શકો છો .

  • વીજળી

    પડી પણ ભાંગી નહી ,કટકા થયા બે ચાર , પાંખ વિનાની ઉડી ગઈ , ચતુર કરો વીચાર . જવાબ – વીજળી .