તમો ને મુબારક અમીરી તમારી ,
અમો ને મુબારક ફકીરી અમારી .
તમોને મુબારક સઘળા સુખ વૈભવ ,
અમો ને ફકીરી માં નિરાળો અનુભવ .
તમોને મુબારક ગાડી ને વાડી ,
અમો ને વ્હાલી છે ઝુંપડી અમારી .
મલશે નહી તમોને ઝુંપડી માં અમારી,
મહેલો ની એ જાહોજલાલી .
સુખી રહો તમે સદાયે એ જ શુભેચ્છા અમારી ,
બને તો ભૂલી જજો પ્રીતડી અમારી .
જો યાદ કદી કરો તો ,
કરજો યાદ અમારી દિલદારી .
તમો ને મુબારક અમીરી તમારી ,
અમો ને મુબારક ફકીરી અમારી.
– માયા રાયચુરા
Leave a Reply