સમજુ બેની સાસરે જાઓ ,જઈ ને કુળ દીપાવજો બેની .
સાસુ સસરા ની સેવા કરજો,દીકરી થઇ ને રહેજો બેની ,
જેઠ જેઠાણી ને માન દેજો આમન્યા માં રહેજો બેની ……………સમજુ બેની ……….
દિયર તમારો નાનો વીરો ,ઝાઝા લાડ લડાવજો બેની ,
નણંદ તમારી સાહેલી સરખી ,હળી મળી રહેજો બેની ……………સમજુ બેની ……….
પતિ તમારો જીવન સાથી ,સુખ દુઃખ માં સાથે રહેજો બેની ,
માતા ની આ શિખામણ ઉરે ધરજો ,સદા આનંદ માં રહેજો બેની …સમજુ બેની ……..
Leave a Reply