લાલ ચુંદડી રંગાવ મારી માડી ,સોના ના કંકણ ઘડાવ રે ,
ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી ,સેંથે સિંદુર ભરાવ રે ,
બારણીયે ઉભા મારા સસરા રે ,હસી હસી દીકરી વળાવ રે ,
જેમ જંગલ ના પંખી મારી માડી ,વ્હાણું વાત ઉડી જાયે રે ,
તેમ પરાઈ થઇ ને દીકરી દેશ પરદેશ જાયે રે ,
નાનો વીરો મારો રોકે રે પાલખી ,આંસુ ના ઝરણા વહાવી રે ,
બાપુ ને ધીરજ ધરાવ મારા વીરા ,જેણે કીધી મને પરાઈ રે .
લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી
Leave a Reply