Author: Maya Raichura

  • કોઈ પૂછે કેમ છો ?

    કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે , દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે , નયનો ની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે , છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે . – માયા રાયચુરા .  

  • પ્રેમ

    પ્રેમ કરવો એટલો સરળ છે જેમ માટી ઉપર ”માટી” થી લખવું પણ પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમ પાણી ઉપર”પાણી ”થી લખવું . – સ્વીટી ઠકકર

  • વિશેષ વ્યક્તિ

    વિશેષ વ્યક્તિ બનવું એ સારી વાત છે પણ સારી વ્યક્તિ બનવું એ એનાથી પણ વિશેષ વાત છે . -સ્વીટી ઠકકર

  • એક ઝાડ માથે ઝુમખડું

    એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક સરોવર પાળે આંબલિયો આંબલિયે ઝૂલતી ડાળ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક આંબા ડાળે કોયલડી એનો મીઠો મીઠો સાદ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક નરને માથે પાઘલડી પાઘડીયે ફૂમતા લાલ રે, ભમ્મર રે રંગ ડોલરિયો.. એક ભાલે કંકુ ચાંદલિયો એના રાતા…

  • મારા તે ચિતડા નો ચોર

    આજે એક સરસ મજા નું ગુજરાતી ગીત સાંભળતી હતી .ખુબ મજા આવી .નવરાત્રી ના દિવસો ના પડઘમ નજીક માં જ છે ત્યારે આ ગીત કેટલાય મનોભાવ ને હિલોળા લેતા કરી દે છે .મને બહુ જ  ગમ્યું એટલે આપ સૌ વાચક મિત્રો યાદ આવી ગયા ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું . આશા…

  • કોઇ અડધી લખેલી ગઝલમાં હતું .

    કોઇ અડધી લખેલી ગઝલમાં હતું કોણ માની શકે જલ, કમલમાં હતું ! શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ? જે હતું તે બધું, દરઅસલમાં હતું ! શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું ! કોણ કે’છે મુકદર બદલતું નથી ? આજ એ પણ અહીં,દલબદલમાં હતું ! છેક છેલ્લે સુધી અવતરણ…

  • પાણી ની ઘાત

    એક મિત્ર એ વોટ્સઅપ પર એક શાયરી મોકલી છે જે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ . ના સાગર માં ડૂબ્યો ,ના સરોવર માં ડૂબ્યો , ડૂબ્યો તો બસ એના અશ્રુ ની બુંદ માં , એક જયોતિષ ની કહેલી આ વાત છે , મને સાચે જ પાણી…

  • સપના

    આંખો મારી ને સપના તારા , મંઝીલ તું જ છે અને રસ્તા ય તારા , અજબ સંબંધ તારો અને મારો , શબ્દો મારા પણ પડઘા તારા .

  • સાથ

    ગમે તે હર કોઈ ચીજ આપણી નથી હોતી , દરેક મુસ્કાન ખુશી ની નથી હોતી , મેળવવું તો છે દરેક ને ઘણું સારુ , પણ કયારેક સમય કે ક્યારેક નસીબ સાથે નથી હોતું .  

  • ઇન્સ્ટન્ટ મીઠાઈ – બદામ બાટી

    સામગ્રી – વાટેલી બદામ નો પાવડર કરકરો – ૧ કપ , ખાંડ દળેલી ૧/૪ કપ ,એલચી પાવડર ચપટી, દૂધ લોટ બાંધવા પૂરતું ,ઘી બાટી શેકવા માટે . રીત – એક વાસણમાં બદામ નો પાવડર ,દળેલી ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો .હવે એમાં થોડું થોડું દૂધ નાખી હળવે હાથે લોટ બાંધો .લોટ કઠણ રાખવો .નાની…