Author: Maya Raichura
-
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય…
-
પીધા જગત ના ઝેર તે શંકર બની ગયો .
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો. જલન માતરી
-
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં થીજ્યું, તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે, એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં, પાણીની આગે બળબળતું પાણી છીએ જીવતરના આ ગોખે આંસુ નામે દીવો, આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ સાતપૂડાની વ્હેતી…
-
માનવીના હૈયાને નંદવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને અધ બોલ્યા બોલડે થોડે અબોલડે પોચા શા હૈયાને પીંજવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને સ્મિતની જ્યાં વીજળી જરી શી ફરી વળી એના એ હૈયાને રંજવામાં વાર શી એવા તે હૈયાને નંદવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને – ઉમાશંકર જોશી
-
તને જાતા જોઈ – મનહર ઉધાસ
http://youtu.be/0j1wds1sp8Q તને જાતા જોઈ પનઘટની વાટે મારૂ મન મોહી ગયુ, તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ, કેડે કંદોરોને કોટમાં દોરો તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ, રાસે રમતી આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે, મારૂ મન મોહી ગયુ, બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે તારી ગાગરની છલકાતી છાંટે, મારૂ મન…
-
એક બાળકની પ્રશ્નગઝલ…..
એક બાળકની પ્રશ્નગઝલ….. ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા? ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા? હદથી ઝાઝી ક્યાંય વગાડે કા’ન વાંસળી, એને પણ દાદાની માફક શ્વાસ ચડે? હેં મા? દૂર આભમાં ધડબડ ધડબડ શું ગાજે છે? મારી જેમ જ પ્રભુ સ્વર્ગમાં રમે દડે? હેં મા? કાલ ‘પરી’ને સો રૂપિયાની નોટ જડી’તી,…
-
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું, કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું. નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે, કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું. તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી, હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું. ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો, બચેલાં શ્વાસની સોગાત લઈ…
-
પર્યાવરણ જાળવો આપણા સ્વાર્થ માટે .
આજે પર્યાવરણ દિવસ છે .પર્યાવરણ બચાવો ની ઘણી બુમો પાડી ,ઘણું બધુ લખાયું .પણ કોઈ ફર્ક પડ્યો નહી ઉલટુંવધારે ને વધારે પર્યાવરણ ની સ્થિતિ બગડવા માડી છે .પ્રકૃતિ ના તત્વો તો હમેશા મર્યાદા માં જ રહે છે .સુર્ય ચંદ્ર એના સમયે જ ઉગે છે , સાગર પણ કદી મર્યાદા તોડતો નથી. ઋતુઓ પણ સમય પ્રમાણે…
-
ન આવ્યું આંખમાં આંસુ, -કૈલાસ પંડિત
ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે , દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે . તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર , સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે . ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા, અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે . પડી ‘કૈલાસ’ના શબ…
-
કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી
કેટલાક તડકા કેટલા આકરા હોય છે ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ. હવે, કચ્ચીને દાઝ કાઢતી કપચી પર, છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને, મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે, ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે, એ પહોંચે છે બંગલે. ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે…