Author: Maya Raichura
-
અમે એવા છઇએ – સુરેશ દલાલ.
અમે એવા છઇએ, અમે એવા છઇએ. તમે માછલી માગો ને અમે દરિયો દઇએ. તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત, તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત, તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ, અમે તારા બગીચાની માલણ છઇએ. તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ, અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત, તમે…
-
ટાઈમ પાસ
૧ કાશ્મીર અને વાઈફ મા શું સમાનતા છે ? એમ તો બેય સમસ્યા જ છે પણ જો પડોશી નજર બગાડે તો બહુ ગુસ્સો આવે છે . ૨ છોકરીઓ ની અડધી ઉમર સારા પતિ ની તલાશ માં અને બાકીની અડધી ઉમર પતિ ની તલાશી માં જ વહી જાય છે . ૩ આજ નો સુવિચાર – બદામ…
-
ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી
વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની, સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની. ‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી, દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની? મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો, રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની. ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર, ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની. ચંદ્ર ને સૂરજ કહે છે…
-
કન્યા વિદાય નું ગીત
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત સમી સાંજનો ઢોલ ઢબૂકતો…. પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે. સમી સાંજનો ઢોલ ઢબૂકતો…. જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઊભો રહીને અજવાળાને…
-
મા
મા તો મા હોય છે , એ ક્યાં કોઈ ની મોહતાજ હોય છે ? એ તો સંતાનો ની સરતાજ હોય છે .
-
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન, નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન, રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય…
-
શબ્દ ની બેડી પડી છે
શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ? ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ? બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત, આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ! લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ ! એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ? – રમેશ પારેખ
-
અંદાજ
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે , પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે , આંખો તો હોય છે સૌ ની સરખી બસ , નીરખવા નો અંદાજ અલગ હોય છે .
-
સ્વપ્ન
દુર રહેશું તો પણ તમારા હ્રદય માં રહેશું , સમય અને સંજોગ ના સથવારે મળતા રહેશું , આમ તો હું કોઈ સ્વપ્ન નથી છતાંય , તમો ચાહો તો નયનો માં શમણું બની સજતા રહેશું .
-
દીકરો વહુ
મારો કાનો દીકરો ને ક્ષમા વહુ , દીવો લઇ શોધું તો ય ના મળે એવા બેઉ . મુખડા એમના જાણે ગુલાબ , ઠાઠમાઠ એમના જાણે મોટા નવાબ , દીકરો વહુ મારા છે લાજવાબ . નીરખી અમારા હૈયા હરખાય , અમારા લાડકા વહુ દીકરા ઉપર , પ્રભુ કૃપા ની અમી વર્ષા થાય . સદાય અખંડ રહો…