Author: Maya Raichura

  • આવકારો મીઠો આપજે

    આજે જયારે માનવી ભૌતિક સુખો પાછળ દોડે છે અને પોતાના સ્વાર્થ માટે એકબીજા સાથે છળ કપટ કરે છે  .કોઈ કોઈ ની મદદ કરતું નથી ઉલટું દુખી લોકો ને જોઈ ને મોં ફેરવી લે છે .કોઈ પરિચિત ઘરે આવે અને ટીવી જોતા હોય તો  મીઠો આવકાર આપવા ની વાત તો દુર રહી પણ અત્યારે ક્યાં આવ્યા…

  • સહેલું નથી

    પ્રેમને વિસ્તારવાનું સ્હેજ પણ સહેલું નથી, નફરતોને નાથવાનું સ્હેજ પણ સહેલું નથી. દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી, દોસ્તી નિભાવવાનું સ્હેજ પણ સહેલું નથી. ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા ! રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી. ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને, જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી. -પ્રજ્ઞા…

  • રત્નકણિકા

    ધીરજ ખૂટી પડે તો જાણવું કે તમે થોડી ઉતાવળ કરી . ચાલાકી દ્વારા કોઈ મહત્વ નું કાર્ય સિદ્ધ થતું નથી . નિખાલસ અને વિનય યુક્ત વાણી જ અસરકારક  હોય છે . મારાથી  આ નહી થાય એવું માની માણસ પ્રયત્ન છોડી દે ત્યારે ઘણીવાર સફળતા નજીક માં જ હોય છે .

  • સાવ નાનું ઘર હશે તો ચાલશે,

    સાવ નાનું ઘર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે. બીજાની તકલીફ પણ સમજી જવાય, એટલું ભણતર હશે તો ચાલશે. હાથ જાણીતો ન હોવો જોઈએ, પીઠમાં ખંજર હશે તો ચાલશે. ધરતી કોરીકટ રહે તે કરતાં તો- છાપરે ગળતર હશે તો ચાલશે. હાથ લંબાવું ને તું હોય ત્યાં, એટલું અંતર હશે તો ચાલશે. પ્રાણ પૂરવાનું…

  • એમજ મળે છે જીંદગી – હિમાંશુ ભટ્ટ

    બસ કદી એમજ મળે છે, જીંદગી હું જડું છું જ્યાં, જડે છે જીંદગી દોડતો બસ દોડતો રાખી સતત કે હસે છે, જો હસે છે, જીંદગી એક દરિયો, એક પળમાં વીફરે તો બની લાશો તરે છે જીંદગી હું હતો નોખો પછી આ શું થયું? કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી શું ઘડામણ આપનું કાચું હતું? કે…

  • મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ

    મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં કે તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં કંઈક તો જરૂર છે. એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે, ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે; મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે, તારી આંખોમાં…

  • મનોમંથન

    ઝરણા ,મારા માટે સરસ મજા ની મસાલા વાળી ચા બનાવ અને કાંઈક સરસ નાસ્તો બનાવ ત્યાં સુધી માં હું તૈયાર થઇ જઉં વસંત બોલ્યો .હા હમણાં જ બનાવું છું કહી ઝરણા રસોડા માં ચા નાસ્તો બનાવા લાગી .વસંત ત્યાર થઇ આવ્યો એટલે ઝરણા એ તેનો પ્રિય નાસ્તો ગરમ ગરમ ઢોકળા અને ચટણી સાથે ચા પણ…

  • પીઠી ચોળી લાડકડી – બાલમુકુંદ દવે

      પીઠી ચોળી લાડકડી ! ચૂંદડી ઓઢી લાડકડી ! ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી !   મીઠી આવો લાડકડી ! કેમ કહું જાઓ લાડકડી ? તું શાની સાપનો ભારો ? -તું તુલસીનો ક્યારો લાડકડી !   ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી ! આછેરી શીમળાની છાયા : એવી તારી માયા લાડકડી…

  • મજબૂર છું કહી ને મજબૂર ના થઈશ ,

    મજબૂર છું કહીને મજબૂર ના થઈશ, આવે નહીં તું પાસ તો ય દૂર ના થઈશ.  થોડો તો રહેજે ખાલી ભરપૂર ના થઈશ, થાજે અષાઢી મેઘલો પણ પૂર ના થઈશ.  રહેજે ચમક ઓજારની, નુપૂર ના થઈશ, શબ્દ છે તો શબ્દ રહેજે,  સૂર  ના થઈશ.  વિસામો ના બનાય તો ઘેઘૂર ના થઈશ, ઉંચો થજે જરૂર પણ  ખજૂર…

  • પચાસ પુરા કરી ગયો હવે -ડૉ . મુકેશ જોષી

    શ્રી મુકેશ ભાઈ જોષીએ એમના પચાસ મા જન્મદીને એક સરસ મઝા ની ગઝલ મોકલી છે જેની લીંક નીચે આપેલી છે .આશા છે આપ સૌ ને ગમશે . આપ ના પ્રતિભાવો લેખક ને પ્રોત્સાહિત કરશે માટે આપ ના પ્રતિભાવ જરૂર જણાવશો . Gazal_Dhuleti