Author: Maya Raichura

  • જીના તેરી ગલી મેં

    મારી નાની બેને સુંદર મઝા નું જુનું ગીત એના અવાજ માં રેકોર્ડ કરી ને મોકલ્યું છે .મને ખુબ ગમ્યું એટલે આપ સૌ સાથે એ ગીત શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ સાંભળવું ગમશે .

  • દોડી દોડી થાક્યો હવે

    દોડી દોડી થાક્યો હવે ને ઉંમરે પાક્યો હવે , જિંદગી આખી ખુબ રઝળપાટ કરી ,ને કાયા પણ કરમાય હવે . મદદ સૌ ની કરતો ને વાહ વાહ પણ લુંટતો , વિશ્વાસ મુક્યો જેની ઉપર એણે જ મને લુંટ્યો. જીવ્યો જેમ સ્વમાન થી એમ મરવા પણ દો મને , ખેલ કુદરત ના બધા નિહાળી ચુક્યો ,હવે…

  • સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું,

    સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું, ને પાછો તરત ઉંઘવા લાગી ગયો છું હું. મૌનના મલમથી મટાડવા મથું છું હું, શબ્દના કારણે તને વાગી ગયો છું હું. ચાલ એક વાત તો પ્રભુ તું કબૂલ કર, છોડીને રણ ક્યાં કદી ભાગી ગયો છું હું? ભિક્ષુક નથી કારણ અંદર ઉભો છું હું, પ્રાર્થનાના નામે ઘણુંય માંગી ગયો…

  • ચાલ ઉભો થા અને માંડ ચાલવા,

    ચાલ ઉભો થા અને માંડ ચાલવા, આમ તો થાકી જઈશ ખાટલામાં. જાત્રાએ તું ભલેને જઈ આવજે, પહેલા જરા જોઈલે આટલામાં. કંઠી જેવું બૂચ નહી ફાવે મને, બાકી તો રહું છું જ ને બાટલામાં?    આમ પણ ઝાંખુ બધું દેખાય છે, જાય શું જોઈ લેવામાં ચાટલામાં? નદી, તળાવ ચિત્રમાં વાહ-વાહ, હો તરસ્યો તો જોઈલે માટલામાં. થોડી…

  • જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને,

    જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને, અને જે બની ના શક્યું, કોઈકવાર કહીશ તને. આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ, આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને. તડ ને ફડ કાયમ હું કરતો રહ્યો છું તોય પણ, કેમ હું ગમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને. કોઈ જીવતદાન દેવા ત્યાં થોડા…

  • આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે,

    આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે, કોઈથી સહેવાય નહીં પણ સહી લીધું અમે. શમણું ગણીને આંખમાં રોકી એ ક્યાં શક્યા? આંસુ બનીને આખરે બસ વહી લીધું અમે. કિનારો કઈ દિશામાં જલદી આવી મળે? વિચારતાં મઝધારમાં પણ રહી લીધું અમે. રાખીને યાદ કેવું, ભૂલકણું થવું પડયું. હોઠે તો નામ હતું જ પણ નહી લીધું…

  • ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

    લો….. ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા. આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા લખવામાં તો કાં, કેમ…

  • આણેતો ઉપાડો લીધો

    હાસ્ય લેખક શ્રી સાંઈરામ દવે નો વીડીઓ જોયો અને મને મજા આવી હાસ્ય ની સાથે ઘણી ગંભીર વાત વ્યસન અને તેના પરિણામો ની કરી .આપ સૌ વાચક મિત્રો સાથે આ વીડીઓ શેર કરું છું. આશા છે આપ સૌ ને પણ ગમશે . http://youtu.be/I2Yc_qES2dI

  • લગ્ન ગીત

    સમજુ બેની સાસરે જાઓ ,જઈ ને કુળ દીપાવજો બેની . સાસુ સસરા ની સેવા કરજો,દીકરી થઇ ને રહેજો બેની , જેઠ જેઠાણી ને માન દેજો આમન્યા માં રહેજો બેની ……………સમજુ બેની ………. દિયર તમારો નાનો વીરો ,ઝાઝા લાડ લડાવજો બેની , નણંદ તમારી  સાહેલી સરખી ,હળી મળી રહેજો બેની ……………સમજુ બેની ………. પતિ તમારો જીવન…

  • યાદમાં મળીએ પળેપળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું, કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા, ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે, રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું વ્યસ્ત એવા કે સતત આ જાત જોવાનો…