Category: કવિતા

  • પીઠી ચોળી લાડકડી – બાલમુકુંદ દવે

      પીઠી ચોળી લાડકડી ! ચૂંદડી ઓઢી લાડકડી ! ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી !   મીઠી આવો લાડકડી ! કેમ કહું જાઓ લાડકડી ? તું શાની સાપનો ભારો ? -તું તુલસીનો ક્યારો લાડકડી !   ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી ! આછેરી શીમળાની છાયા : એવી તારી માયા લાડકડી […]

  • દોડી દોડી થાક્યો હવે

    દોડી દોડી થાક્યો હવે ને ઉંમરે પાક્યો હવે , જિંદગી આખી ખુબ રઝળપાટ કરી ,ને કાયા પણ કરમાય હવે . મદદ સૌ ની કરતો ને વાહ વાહ પણ લુંટતો , વિશ્વાસ મુક્યો જેની ઉપર એણે જ મને લુંટ્યો. જીવ્યો જેમ સ્વમાન થી એમ મરવા પણ દો મને , ખેલ કુદરત ના બધા નિહાળી ચુક્યો ,હવે […]

  • શાને યાદ આવે છે ?

    શાને યાદ આવે છે ? મનડા ને શેની યાદ આવે છે ? જિંદગી તો છે ઘણી લાંબી, સફર કેરી યાદ સતાવે છે. મળ્યો, મનખા – મોંઘો મેળો, માનવ મોજથી મનાવે છે `વિશ્વ વાટિકા ‘ તણી `વાંકડી ગલી ‘ અહી ભમી – ભટકી, વ્યથા કહાવે છે. સ્વ જીવન જીવી પરિવાર – પડોજણ પારખવામાં ફરજ પરસ્તીનું ભાન […]

  • पुरानी पेंट रफू करा कर पहनते जाते है

    આજે મને શૈલેશ ભાઈ શાહે એક હિન્દી કવિતા મોકલી છે .મને એ ખુબ ગમી એટલે આપ સૌ ની સાથે શેર કરું છું . पुरानी पेंट रफू करा कर पहनते जाते है, Branded नई shirt देने पे आँखे दिखाते है टूटे चश्मे से ही अख़बार पढने का लुत्फ़ उठाते है, Topaz के ब्लेड से दाढ़ी बनाते […]

  • શિશિર આવી

    શિશિર આવી ,શીત વરસાવી ધરતી ને થર થર કંપાવી ઝાકળબિંદુ પાને લાવી હીમ બની ને આવી ……………..શિશિર આવી . શ્યામ રંગ છુપાવી ધરતી શ્વેત વસ્ત્ર અંગે ધરી જાને નીસરી કોઈ પૂજારણ મંદિર વાતે અભિસારે …………….શિશિર આવી . માનવ જન કંપે છે થર થર શિશિર આવી દ્વાર દ્વાર પર થીજી ગયા જળ અવની પથ પર ધુમ્મસ […]

  • આભાર કોનો માનું ?

    આભાર કોનો માનું ? ઈશ્વર નો કે માતા પિતા નો ? એકે જીવન આપ્યું ને એકે જીવતા શીખવાડ્યું . એકે ચરણ આપ્યા ને એકે ચાલતા શીખવાડ્યું . એકે ઊંઘ આપી ને એકે હાલરડા ગાઈ ઉંઘાડ્યો. એકે ભુખ આપી ને એકે વહાલ કરી જમાડ્યો . એકે વાચા આપી તો એકે બોલતા શીખવાડ્યું . એકે જન્મજાત સંસ્કાર […]

  • આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

    આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નાકામ; છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે, ‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ … બળને બાહુમાં […]

  • જીવતર નુ ગીત

    જીવતર સાંઠો શેરડી નો ,વચ માં દુ:ખ ની ગાંઠો રે , કદીક હોય મઝધારે ઝૂઝવું ,કદીક મળી જાય કાંઠો રે , રાત દિવસ ની રમણાઓ માં અંધારું અજવાળું રે , તેજ તિમિર ના તાણાવાણાવસ્ત્રવણ્યું રૂપાળું રે , હરી નુ દીધેલ હડસેલી તુંઆમ શીદ ને નાઠો રે , જીવતર સાંઠો શેરડી નો વચમાં દુ:ખ ની ગાંઠો […]

  • ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ

    ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે? શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે? ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ! પાંદડું કહે […]

  • રે મન, ચાલ મહોબ્બત કરીએ – હરીન્દ્ર દવે

    રે મન, ચાલ મહોબ્બત કરીએ નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઇ લઇ લઇએ પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ. દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે જીવનનું પયમાન ઠાલવી […]