તારું વર્તન એ જ મારી ઓળખ

તારું વર્તન એ જ મારી ઓંળખ ઈજીપ્તના પિરામિડો, ચીનની દીવાલ કે સંગેમરમરના સ્નેહગીતો સંસારની અજાયબી છે, પણ મારી દીકરી તારી આંખમાં હું મારું જે પ્રતિબિબ ચમકતું જોઉં છું ; તેનાથી મોટી કોઈ અજાયબી મારે માટે નથી . પિતાના નામે એની પુત્રી તરીકે પોતાને ઓંળખાવવાના સ્વાભિમાનથી મુક્ત નથી જગતની કોઈ પણ દીકરી ! પણ પિતાની ઓંળખ એટલે તું …

મીઠું મજા નું ઘર

મીઠું મજાનું ઘર તારે પણ હશે મારી દિકરી મીઠું મજાનું ઘર જેમ પંખી સજાવે છે એનો માળો, એમ તું પણ સજાવીશ તારી જિંદગીનું વૃક્ષ  અને એની દરેક શાખા . સાંજ પડે ત્યારે પરિશ્રમ કરીને ઘરે આવશે તારો પતિ, જેની તું ક્ષણે ક્ષણ રાહ જોતી હો એના આગમન ટાણે મહેકી ઉઠશે તારું મન, તારા એકાંતનો એ સાથી, …

તારા પછી ની પેઢી

                                                   તારા પછીની પેઢી મારી દિકરી, તારા કંઠમાં તું હાલરડાને વહેતા રાખજે, એ અમૃતાધારાને તું સુકાવા ન દેતી . તારા હૈયામાં વાર્તાઓના ખજાનાઓ તું સંઘરી રાખજે, એ કથાઓને તું વીસરી ન જાતી . કાલ સવારે ભોળા શિશુ તારે આંગણે રમશે અને તારી આંખમાં તરસથી ટગર ટગર જોશે, ત્યારે રમકડાના ઘૂઘરાના ખાલી અવાજમાં તું એના મધુર …

મારી વહાલી દીકરીને બિસ્કિટ, ચોકલેટ અને …………

શિયાળાની કાતિલ ઠંડીની રાત્રે હું જયારે ઘરે આવું ત્યારે મારી દિકરી, ઘોડીયામાંથી માથું ઊચું કરીને તું એક શબ્દ બોલતી – પપ્પા ….. મારી થેલીમાં હંમેશા હોય તારે માટે સુખ નામની ચોકલેટ કે ક્રીમવાળા બિસ્કિટ કે કોઈક રમકડું …… જેમ જેમ તું મોટી થતી ગઈ તેમ તેમ ચોકલેટ અને રમકડાં ઓંછા થવા લાગ્યાં ……. હવે તું …

દીકરી

                             અછાંદસ રચના મારે તને કઈ કહેવાનું ન હોય  હે દિકરી, તું જાણે છે ? કે પુત્રીનો જન્મ થયા પછી દુનિયાના દરેક પિતાની એક જ પ્રાર્થના હોય છે, ` મારી દીકરીને સુખી કરજો .’ પિતા કહે છે , મારી દીકરીને એક કાંટો વાગવાનો હોય તો ભલે મને હજાર કાંટા વાગજો, પણ એના માર્ગમાં તો ફૂલો જ …

દીકરી

                              અછાંદસ રચના તને શાળાએ ભણવા મૂકી ત્યારે દિકરી, મને ક્યાં ખબર હતી કે અર્ધી કન્યા વિદાય હતી, એક પિતા અને પુત્રીના વિખૂટાં પડવાનો એ આરંભ હતો ! પછી તે મારી આગળી ઝાલ્યા વિના એકલા એકલા જ ગણિતનો એકડો ઘુટ્યો, હિચકામાં બેઠી , શાળાના નવા પરિવાર વચ્ચે તે તારી જાતને ગોઠવી, પડતાં, રમતાં તારી આંખ …

દીકરી ના હૃદય નું ગીત

મારી વહાલી દિકરી, વેલેન્ટાઈન  ડે  જેવા દિવસે લાકડી લઈને નીકળી પડતા સમાજ ના ઠેકેદારો જેવા તું મને ન ગણતી, હું તો તારા હ્નદયનું ગીત સાંભળવા આતુર છું . હું જાણું છું કે તું પણ સંવેદનશીલ મનુષ્ય છે અને એ ઘણી જ મોટી વાત છે . તારા  સંવેદનો વેડફાઈ ન જાય એની ચિતામાં હું કયારેય કઠોર પથ્થર નહી બનું, …

મારી વહાલી દીકરી

મારી દિકરી, જે જગતમાં તું પ્રવેશી છે તે તારા આવતાં પહેલાથી જ અંધકાર અને ઉજાસમાં વહેચાઈ ગયું છે . તું જે તરફ ઊભી રહીશ એ તને મળશે, અંધકાર  પાસે છે નિરાશા, ઉદાસી અને અફસોસ . ઉજાસ પાસે છે આશા, ખુશી અને ઉમંગ . આપણે ઉજાસના  માર્ગે જ આગળ આવ્યા છીએ પુત્રી, અને ઉજાસનો માર્ગ જ છે આપણું …

જિંદગી

જન્મ્યા જીવ્યા અને મરી ગયા , કહેવાય નહીં એ જિંદગી . જે કરી ગયા કામ તેની જ, ગણાય આ જિંદગી . જે નામ હૈયે  આવતા , હરખ અનેરો થાય છે . તે સંતોના ચરણોમાં મસ્તક ઝૂકી  જાય છે . જે માનવીને જગાડવા , ખર્ચી રહ્યા છે જીંદગી ની સાહ્યબી . તેવી જ જીવાય જિંદગી તો …

ઉણપ ઉપચાર માં લાગે

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે, દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ? મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ? અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા, તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ? …

%d bloggers like this: