Category: ગઝલ

  • લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ,

    લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ, દ્વાર પર આવી હવા ફંટાઇ ગઇ. ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઇ, માવજત માળીની બસ વીસરાઈ ગઇ. વાંસળીને કાજ ક્યાંથી લાવશું? ફૂંક તો ચૂલા ઉપર વપરાઇ ગઇ. કોણ પડછાયા ઉપાડી જાય છે? એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઇ. મેં ગુમાવી એમ મારી મુગ્ધતા, જેમ દરિયામાં નદી ખોવાઈ ગઇ. તોપનાં મોઢે…

  • બધી ફીકર છોડ

    છોડ બધી ફિકર છોડ ઓછી કર તારી દોડા દોડ ઝુલ નિરાંતે વરંડા માં આંગણે હોય તુલસી છોડ મિત્રો બેઠા હોય ચારે કોર બાળકો કરતા હોય શોરબકોર ચાહ પીતા લગાઓ ગપ્પા સમય પણ કહે Once More ગાઈ નાખો ગીત બે ચાર સુરીલો લાગશે આ સંસાર મિત્રો ભળે જિંદગી માં જીવન લાગશે મીઠો કંસાર ઉજવો એક અનોખો…

  • આ તો નવુ વરસ છે!

    આ તો નવુ વરસ છે!

    જો ને કેવું સરસ છે! આ તો નવું વરસ છે. સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે! આ તો નવું વરસ છે. જુઠું નકારી સાચું સ્વીકારીએ, જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે! આ તો નવું વરસ છે. ભૂલી જઈને  ‘અંતર’ , રહીએ ‘અંતર’ માં  ચાલને ‘પ્રયાસ’, આવો એક નિખાલસ પ્રવાસ કરીએ …

  • ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે

    (ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય  છે)  ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ  જવાય છે.  તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,  માટે  ધીમે ચાલ જિંદગી મારાથી હંફાઈ જવાય છે  ઘણા બધા સપના ઓ છે મારી આંખો માં  થોડાક તે બતાવેલા , થોડાક મેં સંગરેલાં ,  કેટલાક સબંધો છે  મારી સાથે જોડાયેલા…

  • ​ભેદ આવો તો ના રખાય પ્રભુ,

    ભેદ આવો તો ના રખાય પ્રભુ, આ તરફ પણ નજર નખાય પ્રભુ. સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા, એવડા આંસુ પણ ચખાય પ્રભુ. ચીર પૂર્યા’તા કદી તેં મારા, પીડ મારી નહીં પૂરાય પ્રભુ? રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું, હર જગા મારાથી દઝાય પ્રભુ ! મારી દીકરી જુવારા વાવે છે, ક્યાંક મારા સમી ન થાય પ્રભુ…

  • દિવાળી 

    લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી. છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી. જાતથી યે જેમણે ચાહયા વધારે, એમના ચરણે ઢળો તો છે દિવાળી. દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ? ભીતરેથી ઝળહળો તો…

  • મજા છે !

    કોઈના આંસુ લૂછવાની મજા છે, બા ને ઓછું સંભળાય છે, પણ કેમછો પૂછવાની મજા છે. ભલે પડખા ફેરવી ને સુતા હૌઇએ વ્યવસ્થિત ઝગડા પછી, અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની મજા છે. હા ,વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો, પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની મજા છે. બાકી ભલે ભડભાદર…

  • ભટકવુ નથી

    લઇ કદી સરનામું મંદિરનું  હવે મારે ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય  ત્યાં કઈ જ મળતું નથી. અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં, થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી. હશે મન સાફ, તો  અંતરમાં બિરાજે છે તું આપોઆપ, દીધું છે…ને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી. હજી માણસ જ સમજ્યો…

  • ચાલને રમીએ પળ બે પળ.

    મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ, ચાલને રમીએ પળ બે પળ. થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ. હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ. આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ. ચાલને રમીએ પળ બે પળ. રમતાં પહેલાં…

  • સુઘરી નો માળો

    થોડો બાવળને આવ્યો કંટાળો  ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ? થોડો બાવળને આવ્યો કંટાળો ‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ? એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ, વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો ! થોડો બાવળને આવ્યો…