Category: શાયરી
-
આંસુ
બહાર આવતા આંસુ ને એક જ વાત નડી છે, મારા હસવા કે રડવાની કોઈને ક્યાં કાંઈ પડી છે !
-
અરીસો
આજે મે અરીસામાં તિરાડ જોઇ ‼ ખબર નહિં ……. કાચ તૂટયો હતો કે પછી ….. હુ ❗ દર્દની પણ એક અદા હોય છે, એ સહનશક્તિ વાળા પર જ ફિદા હોય છે..
-
દોસ્તો
રમત રમત માં વાત થઇ ગઈ , કાલે જોયા ને આજે મુલાકાત થઇ ગઈ , વિચારતા હતા કે કેવા મળશે દોસ્તો જીવન માં , તમે સૌ મળ્યા ને હું તો ગાંડી ઘેલી થઇ ગઈ .
-
જિંદગી ના રંગ
હર પલ જિંદગી ના રંગ બદલાય છે , સમય ની સાથે સ્વરૂપ બદલાય છે , પલ પલ માનવી ના મન બદલાય છે , નથી બદલાતા સંબંધો ,પણ સંજોગો જરૂર બદલાય છે .
-
સાથ -સંગાથ
મારી એક સખીરાજુલ શાહે એ મને વોટ્સઅપ પર સુંદર મજાની શાયરી મોકલી છે .એ હું આપ સૌ સાથે શેર કરું છું . કોઈ પ્રીત નિભાવી જાય ,કોઈ રીત નિભાવી જાય , કોઈ સાથ નિભાવી જાય ,કોઈ સંબંધ નિભાવી જાય , કરી દો જિંદગી કુરબાન તેના પર , જે દુઃખ માં પણ તમારો સાથ નિભાવી જાય…
-
દોસ્તી
સુરજ ને પોતાની રોશની પર ગર્વ છે ,ચંદ્ર ને ચાંદની ઉપર, તારાઓ ને ઝગમગાટ ઉપર ગર્વ છે ને ફૂલો ને સુગંધ ઉપર , અને મને ગર્વ છે તમારી દોસ્તી ઉપર . શુભ મિત્રતા દીવસ . માયા રાયચુરા .
-
પતંગ
સર્વે વાચક મિત્રો ને મકર સક્રાંતિ ની શુભ કામના .આજે એફ .બી પર સરસ ચાર લાઈન વાંચી .મને ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું . સહેજ ભીની સહેજ કોરી હોય છે, લાગણી તો ચંચળ છોરી હોય છે, હોય છે રંગીન પતંગો બધાની પાસે, પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
-
કસોટી
ઝુકાવી તી ગરદન ઘણી ઉમ્મીદો લઇ ને , ખબર નહોતી કરીશ કસોટી તુ અમારી , પોતીકા ઓ ના હાથ માં જ ખંજર દઈ ને .
-
કોઈ પૂછે કેમ છો ?
કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે , દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે , નયનો ની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે , છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે . – માયા રાયચુરા .
-
પાણી ની ઘાત
એક મિત્ર એ વોટ્સઅપ પર એક શાયરી મોકલી છે જે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ . ના સાગર માં ડૂબ્યો ,ના સરોવર માં ડૂબ્યો , ડૂબ્યો તો બસ એના અશ્રુ ની બુંદ માં , એક જયોતિષ ની કહેલી આ વાત છે , મને સાચે જ પાણી…