Category: ગઝલ
-
તું અડ્યા ની શકયતા સ્પર્શી ગઈ
તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ . એ જ કેડી એ જ વાતો આપણી એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ આગળીને એકલી છોડી ગઈ એક વીટીની કથા સ્પર્શી ગઈ હું મને ખુદને હવે ભૂલી જઉં મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ એટલે તો અવતરે છે આ ગઝલ, એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .
-
ટોળેટોળા
ટોળેટોળા એક અને હો એક બરાબર ટોળેટોળા, અવઢવ રગ રગ છેક બરાબર ટોળેટોળા . પોથી પર ચીતરવા માણસ નામે ઘેટાં , પંડિતજી લે ટેક બરાબર ટોળેટોળા ઘેન ભરેલી આંખોમાં બસ પડછાયા ને , સપનાં ઠેકાઠેક બરાબર ટોળેટોળા, ટોળાની ઘટનાઓની લાંબી હારો પણ, માપો ત્યાં વેતેક બરાબર ટોળેટોળા, રસ્તો, સરઘસ ઝંડો, સૂત્રો મારામારી, આવું એકાએક બરાબર ટોળેટોળા .
-
આજ મધમધતી હવા સ્પર્શી ગઈ
આજ મધમધતી હવા સ્પર્શી ગઈ, તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ . એ જ કેડી એ જ વાતો આપણી એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ આગળીને એકલી છોડી ગઈ એક વીટીની કથા સ્પર્શી ગઈ હું મને ખુદને હવે ભૂલી જઉં મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ એટલે તો અવતરે છે આ ગઝલ, એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .
-
ઠેસ ના વાગે
મુકદ્દરના સિતારાની અસરની ઠેશ ના વાગે, કે ધરતી પર મને આકાશ પરની ઠેશ ના વાગે… નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને, જગતમાં કોઇને પોતાના ઘરની ઠેશ ના વાગે… પ્રણયનો પંથ મે લીધો છે આંખોના ઇશારા પર, મને આ આપની ચંચળ નજરની ઠેશ ના વાગે… ચમનમાં કંટકો વાગે તો એ મંજૂર છે અમને, શરત…
-
વાત કૈ ખાનગી રહેવાની નથી
વાત કૈં ખાનગી રહેવાની નથી, તને ચાહું છું વાત એ કહેવાની નથી… હ્રદય ને મનનો આ કેવો છે ખેલ, એમાં શરીર આ આપણું સામેલ, એમાં મૂંગા ભલે, પણ આંખ છાની નથી, વાત કૈં ખાનગી રહેવાની નથી… પ્રેમ ભલે અંધ પણ લોકોને આંખ છે, એમના શબ્દોને ફૂટેલી પાંખ છે, પ્રેમની વાત કૈં અજાણી નથી, વાત કૈં…
-
મંદિર મારા મન માં -સુરેશ દલાલ
મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં , દેવળ હોય કે દેરાસર મારી ક્ષણે ક્ષણ માં , આકાશ ને હોતો નથી કોઈ ને કોઈ નો ભેદ , ઈંટ માં કદી હોતો નથી કોઈ નો પ્રભુ કેદ હરખ શોક ના હાંસિયા એ તો આપણા પાગલપન માં મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન…
-
હેપ્પી હોળી… હેપ્પી ધૂળેટી…
મને ઈમેલ થી મળેલી આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું . અમે રંગની સાથે સાથે જાત અમારી બોળી છે, અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે… હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી, એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી… અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે, અમે રંગની સાથે સાથે જાત…
-
વાર્ધક્ય
ડૉ . શ્રી મુકેશ ભાઈ જોષીએ મને ઈમૈલ થી આ ગઝલ મોકલી છે જે આપ સૌ ની સાથે શેર કરું છું . આશા છે આપ સૌ વાચક મિત્રો ને જરૂર ગમશે . ઉગતા સુર્ય ને પૂજવા ની વાત નથી , આ તો આથમતા સુરજ ની વાત છે , શબ્દો નવા નવા શીખવા ની વાત નથી…
-
નર્યું પાણી જ મારા દર્દ નો ઉપચાર લાગે છે
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે… દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે… મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં, હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે… હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ, કમળ…
-
રૂપ કૈફી હતું
રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો…