Category: ગઝલ
-
ફરી ન છુટવા નું બળ જમા કરે કોઈ
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ, પ્રસંગ નહીં તો મિલનના જતા કરે કોઈ… મને ઘણાંય તમારો સંબંધ પૂછે છે, તમારી પણ કદી એવી દશા કરે કોઈ… ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા, મને ફરીથી જવાની મના કરે કોઈ… ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા, મને આ માન્ય નથી કે સજા કરે…
-
પ્યાર
હું ક્યાં ગાડી ,વાડી કે બંગલા ચાહું છું , બસ તમારા દિલ માં થોડી જગા ચાહુ છું . હું ક્યાં તમારા ધન દોલત ચાહું છું , બસ તમારી એક મીઠી નજર ચાહું છું . આપી શકું તમને સાથ હર કદમ પર , બસ એટલો વિશ્વાસ ચાહું છું . જો મારો સાથ હોય ગમતીલો તમને ,…
-
કાં નજર ફેરવી લે સહુ
કાં નજર ફેરવી લે છે સહુ , કાં મોં મચકોડી તરછોડે સહુ , કાં મુજ થી દુર ભાગે સહુ , કાં ગણે મુજને નડતર સહુ , પૂછ્યું કોઈક ને કે મારી શું ભૂલ ,બતાવો મુજને તો કરું કબૂલ , ઉત્તર માં હસી ને દીધું મુજને દર્પણ ,કહ્યા વગર કાંઈ પણ , દર્પણ માં જોઈ ને…
-
એક ટહુકો પામવા
એક ટહુકો પામવા અહેસાનમાં, લાગણી આપી રહી છું દાનમાં. આભથી ધરતી લગી એ વિસ્તરી, વાત કહેવાની હતી જે કાનમાં. ફૂલદાનીનો હશે મોભો કબૂલ, ફૂલની શોભાય છે વેરાનમાં. કેટલા પયગંબરો આવી ગયા, કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ? જ્યાં કિનારાની અભિલાષા કરી, નાવ સપડાઇ ગઇ તોફાનમાં. શબ્દ સાથે હાથ મેળવવો હતો, આ ગઝલ તેના અનુસંધાનમાં. પૂર્ણિમા…
-
એક સીતારો ખરી પડ્યા ની વાત
આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત. વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને, મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત. તમને ય તે હવે તો ખરી લાગતી હશે, જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત. ‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી? કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત. -રાહી ઓધારિયા
-
દિલ
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું…
-
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને, પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને ! હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ? કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને ! હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે, બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને. ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી…
-
તો જ પ્રેમ કરો
કોઈ વાચક મિત્રે આ બ્લોગ ના ગેસ્ટ બોકસ માં નીચેની સુંદર ગઝલ ની કૃતિ મોકલાવી છે ,એમણે પોતાનું નામ નથી જણાવ્યું પણ એમની મોકલાવેલી આ ગઝલ માટે તેમનો ખુબ ખુબ આભાર .આપ સર્વે ને પણ ગમશે એવી આશા સાથે આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું . દર્દ ઝીલવાની હોય તાકાત તો પ્રેમ કરો…
-
શેષ શૈયા ઉપર સુતેલો થાકી જતો હશે
સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે, તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે, દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ, પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે. દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને, સામે બળતા ઘી ના દીવા ભેગો…
-
માંગી નથી શકતો
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો… અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો… બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો… ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી? જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો……