Category: ગઝલ

  • નૈને નૈન મળે જ્યાં છાના

    શ્રી બરકત વિરાણી   ‘ બેફામ ‘  સાહેબ ની મને આ ખુબ જ ગમતી રચના આપ સૌ સાથે શેર કરું છું. આશા છે આપ સહુ ને પણ ગમશે .   નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના તમને પારકા માનું કે માનું પોતાના નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના તમને પારકા…

  • સાહેબા શી રીતે સંતાડું તને

    લે, આ મારી જાત ઓઢાડું તને, સાહેબા, શી રીતે સંતાડું તને… તું ભલે દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચો નહિ પાડું તને… કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું, મૌનની મસ્તીથી રંજાડું તને… તું નહિ સમજી શકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને… હૂબહૂ તારી જ લખવી છે ગઝલ, તક મળે તો સામે બેસાડું…

  • અધીરો છે ઈશ્વર

    gazal sent by sunita lodhia અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે. … નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને ઢાંકવા માટે. સરોવરમાં જઈને નાખ…

  • હૈયા ની વાત

    મારે કંઈક કહેવું છે આજ, મને કહેતા આવે છે લાજ , ગાલ ઉપર ઉપસે શરમ ના શેરડા , હોઠ છાનું છાનું મલકાય , હૈયા ની વાત હોઠ પર આવે નહી ને ,મળવા મન અધીરું થાય , જોયા તમને ને ધબકારા વધી ગયા ,નજર મિલાવા નું મન થાય, કહી શક્યા માત્ર એટલું જ કે રોજ તમને…

  • મુસાફર

    ઓ મુસાફર , સંભાળજે , હમસફર બની કોઈ લુંટી લેશે , મંઝીલ મળે તે પહેલા ,રાહબર પણ છોડી દેશે , ના વિશ્વાસે કદી રહેજે વચન પર કોઈના , પરાયા શું ,પોતાનાં પણ દગો દેશે . હું મારી જાતે જ ઝંપલાવી દેત સાગર માં મઝધારે , ખબર નહોતી કે કિનારા પણ દગો દેશે . ભલા મને…

  • માનવ

    માનવ છું માનવ બની ને રહું તો સારું , નથી પૂજાવું મારેબેસી  ઉંચા આસન  ઉપર, નથી પીડવું કોઈને બની દાનવ , સેવા અને દાન ના ઢંઢેરા નથી પીટવા , કોઈ ની ભુખ પ્યાસ બુઝાવું તો ય સારું , નથી માન મોભા ની   ખેવના , કોઈ ને સુખ દુઃખ માં સાથ આપું તો ય ઘણું…

  • કહું કેમ મુજને ગમો છો તમે

    કહું કેમ મુજને ગમો છો તમે ,કે રાતદિન રુદિયા માં રહો છો તમે , મારી આંખો નું શમણું બની આવ્યા તમે ,ભ્રમર બની આસપાસ ભમો છો તમે . સદા ચુપચાપ ચાહો છો મને ,ના કરો ફરિયાદ કદી તમે , મારા જીવન માં ખુશીઓ ની બોછાર લઇ આવ્યા તમે . સદા સાથ મારો નિભાવો છો તમે…

  • કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?

    કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ? જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! હું તને મારો ગણીને બંદગી કરતો રહું. ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ? જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે, આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી ! અલ્પ જીવનમાં…

  • જ્યાં જ્યાં નજર મારી ઠરે

    જ્યાં જ્યાં  નજર  મારી ઠરે  યાદી  ભરી  ત્યાં  આપની , આંસુ મહી  એ  આંખ થી  યાદી ઝરે  છે  આપની . માશૂકો ના  ગાલ ની  લાલી મહી  લાલી  અને, જ્યાં જ્યાં  ચમન  જ્યાં જ્યાં   ગુલો ત્યાં  ત્યાં  નિશાની  આપની. જોઉં  અહી  ત્યાં  આવતી દરિયાવ  ની મીઠી લહેર , તેની ઉપર  ચાલી રહી  નાજુક સવારી આપની.…

  • તમો ને મુબારક અમીરી તમારી

    તમો ને  મુબારક  અમીરી   તમારી  , અમો ને  મુબારક   ફકીરી અમારી . તમોને  મુબારક સઘળા  સુખ  વૈભવ , અમો ને  ફકીરી માં  નિરાળો અનુભવ . તમોને  મુબારક ગાડી ને  વાડી , અમો ને  વ્હાલી છે ઝુંપડી  અમારી . મલશે નહી  તમોને  ઝુંપડી  માં  અમારી, મહેલો ની એ  જાહોજલાલી . સુખી રહો તમે  સદાયે એ જ…