Category: ગઝલ

  • પાછું વળી જોઈ લેવામાં જાય શું ?

    પાછું વળી જોઈ લેવામાં જાય શું ? એક વાર પૂછી જોવામાં જાય શું ? જે  પણ હશે જવાબ, એ ચાલશે, અવાજ તો એ હશે, તારું જાય શું ? દૂરથી લાગે છે પહાડ સમ આ, ફૂંક એક મારી જોવામાં જાય શું ? હોય છે એને તો સઘળી ખબર, વાત કાને નાંખી જોવામાં જાય શું ? ધાર્યું…

  • ૨૦૧૩ છે જવા માં – ડૉ મુકેશ જોષી

    અંધારું રાત નુ છે જવા માં જવા માં, ને નવલું પ્રભાત છે થવા માં ,થવા માં . આંક ૧૩ નો છે જવા માં જવા માં , ને છે આંક બેકી નવા માં નવા માં . થાક સાલ સાથે જવા માં જવા માં , જુઓ તાજગી નવા માં નવા માં . ફરિયાદો છે હવે જવા માં…

  • મેં તો બધુ કહી દીધું – ડૉ.મુકેશ જોષી

    મે તો કહી દીધું બધું,   તું તારી વાત કર હવે.   મને તો તું મનાવશે,   તું તારી વાત કર હવે.   વાદળો, વરસાદ, હોડી,   પવન ને દરિયો એવું,   રોજ સાંભળું છું બધું,   તું તારી વાત કર હવે.   દોસ્તો કરે છે પ્રેમ ને,   દુશ્મન બધા નફરત મને,   એ…

  • પર્ણ – ડૉ મુકેશ જોષી

    શું થયું આ પર્ણ ને કોને ખબર ? કેમ એ પડ્યું ખરી કોને ખબર ? કાલ સુધી તો એ લીલુંછમ હતું, કેમ પીળું થઇ ગયું કોને ખબર  ? રસ નસેનસ માં એના ભર્યો હતો , કોણ સુકવી એ ગયું કોને ખબર ? પ્રાણવાયુ સૌ ને પહોંચાડનાર ના શ્વાસ માં શું ખૂટ્યું કોને ખબર ? એમ…

  • રાતભરસુરજ ને હું જગાડી ના શક્યો – ડૉ મુકેશ જોષી

    એક વાચક મિત્ર ડૉ મુકેશ જોષી એ મને એમની સ્વ રચિત ગઝલ ઈમેલ થી મોકલી છે. એ ગઝલ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને જરૂર ગમશે . રાતભર સુરજ ને હું જગાડી ના શક્યો , ચાંદની ની મજા તેણે ચખાડી ના શક્યો . આ બધુ દેખાય છે તે…

  • આંસુ

    આંખ માંથી તો પછી છેલ્લે  નીકળતું હોય છે , પણ ટીપે ટીપું એનું હ્રદય માં બનતું હોય છે . વાત નીકળી છે તો ચાલ તને એ કહી દઉં , એ ભલે લાગે ભીનું પણ ધગધગતું હોય છે . કોઈ પણ ઉમર જાતિ કે  પછી ધર્મ હો , હોય હર્ષ નુ તોય ખારાશ પડતું હોય છે…

  • હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

    પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું? સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ? ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું? નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને…

  • પતંગ

    હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ ! ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી, જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ ! આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ? ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ ! મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે ! આપણાથી…

  • તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં – રમેશ પારેખ

    તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. શા માટે બાધી રાખવા સગપણના પાંજરે? લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં. કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ, રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં છું હું કોઇક માટેની…

  • હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા

    જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા, ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું. આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો, કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું. નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ…