Category: ગઝલ

  • ખોબો ભરી ને અમે

    ખોબો ભરીને અમે એટલું હસ્યાં, કે કૂવો ભરીને અમે રોઈ પડયાં… ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં, કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં… અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં, કે હોડી ખડક થઈ અને નડ્યાં… કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ, ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ… કૂવો ભરીને અમે એટલું રડયાં, કે ખોબો ભરીને અમે મોહી પડયાં……

  • શ્વાસ પણ ખુદના નથી

    શ્વાસ પણ ખુદના નથી,  હું રંક છું, એ જ કારણથી સદા નિ :શંક છું . જે હજીયે હોઠ પર આવ્યો નથી, પ્રશ્ન છું હું પાર્થનો, સાશંક છું . શૂન્ય હો તો કઈક સર્જન શક્ય છે, શૂન્યથીયે સાવ ખાલી અંક છું . તું કથાની સહુ કડી મેળવ હવે , લુપ્ત નાટકનો જડેલો અંક છું . બાળકોને જોઈ આંસુ…

  • ક્યારે આવશો – શુન્ય પાલનપુરી

    તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો? મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો? એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે, એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો? જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત જાણે, નથી જીવનમહીં કસ, ક્યારે આવશો? ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ, ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો? બંડખોર થઈ…

  • દ્વાર હો તો કહી શકો કે બંધ છે

    દ્વાર હો તો કહી શકો કે બંધ છે, ભીત છે ને ભીતથી સંબંધ છે . આંસુ મારા વેચવા જે નીકળ્યો, એ જ મારો ખાસ ભાઈબંધ છે . એક પંખી, એક પિંજર આ તરફ, આ તરફ આકાશ આ નિબંધ છે . હા, બંધુ છોડી દીધું છે આમ તો, આમ તો પાછો ઋણાનુબંધ છે . આ મૃતકની આંખને ના બંધ કર,…

  • આભ

    આભ માફક સાવ ખાલી ને ભરેલો, એટલે ચારેતરફ હું વિસ્તરેલો . એક પળનુંયે તમે મોડું કરો ના, આવશે આગળ હવે એનો જ ડેલો . મખમલી એ વાદળી વરસી જ સમજો, લ્યો, ગહેકે મોર મનમાં ચીતરેલો . આજ કાગળ લાવશે ભીની હવાઓ, ને પછી જો જામશે એનો ઝમેલો . તું મને શોધી શકે તો શોધજે પણ, હું તરજમાં…

  • માત્ર તારા નામના દીવા કરું છું,

    માત્ર તારા નામના દીવા કરું છું, હું હવે ક્યાં સુર્યની પરવા કરું છું.? કોઈના એકાંત વિશે હું લખું છું, ને, મનોમન કેટલો રોયા કરું છું.? છેક તારા ઘર સુધી આવી ગયો છું, કોણ ખોલે બારણું જોયા કરું છું.! ને સ્મરણની ચાંદનીમાં લીન થઈને, શ્વાસ મારા, બે ઘડી ખોયા કરું છું. રોજ પૂછે છે મને વ્હેલી…

  • મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,-રવિ ઉપાધ્યાય

    મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે. યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવાં શબરી થવું પડે. બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો , પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે. દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે, અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે. પાણી થવાંને કેટલું પાણી સહન…

  • સભરતા ભળી શ્વાસ માં એમ આજે

    સભરતા ભળી શ્વાસમાં એમ આજે હૃદય પાઠવે આ કુશળતા આજે અચલ આંખ મીચી, અસલ મૌન ઉંચું, છતાં શું ફરકતું શબ્દ જેમ આજે ? તુરત સોપશું, જાત આખી સહજમાં, તમે જેમ કે’શો ,થશે તેમ આજે . અહી પણ હશે ને તહી પણ હશે એ, ગગન ખોદતા  નીકળે હેમ આજે . પછી એક પળમાં તમે પણ પ્રગટશો, અમે ખોળશું જો, લઈ…

  • ઝાઝું વિચારવું જ નહી

    ઝાઝું વિચારવું જ નહી. મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી. ઝાઝું વિચારવું જ નહી. રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું, વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું, આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી. ઝાઝું…

  • મહાશય

    કરો ન બહુ રોકકળ મહાશય, હિસાબ સીધો-સરળ મહાશય . કદીક ખૂલે બધીય પળ આ, કદી બને એ પડળ મહાશય . તમે જ હોડી, તમે જ દરિયો , તમે જ પોતે વમળ મહાશય . અહી અરીસા બધા ખુદા છે , અને ખુદા છે અકળ મહાશય . કલમ કશુંયે કરી શકે ના, ગઝલ સ્વભાવે ચપળ મહાશય .