Category: શાયરી
-
ઇલ્જામ
જીએ તો ઐસે કી જુબાં પે કભી શિકાયત ના આયે , મૌત ભી આયે તો ઐસે કી તુમ પર કોઈ ઇલ્જામ ના આયે . આજે હિન્દીમાં શાયરી લખાઈ ગઈ છે ગમશે ને ! માયા રાયચુરા .
-
મિત્રતા દિન
ખુદા ની મને મહેરબાની ઘણી છે , દોસ્તો નો પ્રેમ અને લાગણી છે , મને એવા કાબીલ દોસ્તો મળ્યા છે , જે ફક્ત દોસ્ત નહી પણ પારસમણી છે . હેપી ફ્રેન્ડશિપ ડે ટુ ઓલ ઓફ યુ માય ફ્રેન્ડ્સ .
-
ખુમારી
ફુલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો , દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું શૂન્ય પાલનપુરી
-
પ્રેમ
પ્રેમ માં પહેલા જે લાગતા હતા પ્રાણ થી પણ પ્યારા , તે હવે અચાનક ભાગે છે દુર પડછાયા થી અમારા , કહેતા હતા જે કદી નહી આવવા દઉં આંખ માં આંસુ , પણ ભરી દીધો એમણે દરિયો આંખ માં આંસુ નો , વિચારું છું કે શું આજ પ્રેમ અમારો ? ના ,ના આ તો હતો…
-
દીવાના
તમારા પ્રેમ ના અમે દીવાના બની બેઠા છે , તમે આવશો મળવા એટલે શણગાર સજી ને બેઠા છે , અમારા દિલ માં તમે તમારું સામ્રાજ્ય કરી બેઠા છો , કાંઈક તો કહો તમારા પ્રેમ માં અમે સવાર સાંજ ભૂલી બેઠા છે .
-
પ્રભુ
હે પ્રભુ કાયમ મંદિર માં જ રહો છો ,ક્યારેક બહાર નીકળવાનું રાખો , હું રોજ તમારા દ્વારે આવું છુ ,કયારેક તમે પણ મારા ઘેર આવો .
-
કસોટી
ખુદા તારી કસોટી ની રીત સારી નથી હોતી , અને જે તારા હોય છે એને કસોટી ની બીક નથી હોતી .
-
શોધું છું
હું મારા સ્વયં ને શોધું છું , મળી ગયો જે પાણી માં એ મારા રંગ ને શોધું છું , દવા બની ગયા જે દર્દો એ દર્દો ને શોધું છું , નારી છું ,નારી ના સ્વમાન અને ઓજસ ને શોધું છું .
-
આંખ
ન ખર્ચો નુર નયનો નું કોઈ ના દોષ જોવા માં , કરો ઉપયોગ નયનો નો ,સુંદર ,નિર્મળ દ્રશ્યો નિહાળવા માં .
-
અત્તર
સુખ અને આનંદ એવા અત્તર છે જાણે હવા ની લહેર , પ્રસરાવતા કરી દે તરબતર ,જાણે ઉપવન ની મહેર .