Category: શાયરી
-
સંબંધ
નાની અમથી વાત માં સંબંધો છૂટી ગયા , સારું થયું ,તકલાદી હતા એ એટલે જ તૂટી ગયા .
-
બંદગી
સચવાય ના સ્વમાન તો એ જીંદગી નથી , રીઝે ના ભગવાન તો એ બંદગી નથી .
-
સમર્થ
sent by sunita lodhia દોડતા’તા ત્યારે તો લાગતું’તું એવું કે આપણા જેવું કોઈ સમર્થ નથી સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી !! (સુરેશ દલાલ)
-
દોલત
આ હાથ જ આપણી દોલત છે , આ હાથ જ આપણી શક્તિ છે , બીજી કોઈ પુંજી પાસે નથી ,આ હાથ માં આપણી કિસ્મત છે .
-
ફૂલ
શાખ થી જુદું થયું તો શું ,ફૂલ આખર ફૂલ છે , દુઃખ મા હાર માનવી માનવી ની ભૂલ છે , કદમ ડગમગે તો શું , હિમત ખૂટી નથી , હાર ન માનવા ની આદત છુટી નથી .
-
પ્રીત
જો મેં જાનતી પ્રીત કીયે દુઃખ હોય , નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કરીઓ કોઈ .
-
નસીબ
તારા બાગ નું બુલબુલ બની જાવું ,એવું મારું નસીબ નથી , તારા અધર ની મુસ્કાન બની જાવું ,એવું મારું ગજું નથી , તારી આંખો માં સ્વપ્ન બની આવું , એવું તને મંજુર નથી , હું શું કરું ?તને ભૂલી જાય એવું મારું દીલ નથી .
-
સ્નેહ
સૌ વાચક મિત્રો ને મારા હેપી ન્યુ ઈયર . ચાલો નવા વર્ષે નવી શરૂઆત કરીએ . સ્નેહ નો કરીએ સરવાળો ને , નફરત ની કરીએ બાદબાકી , ગુણો નો કરીએ ગુણાકાર ,અને દુર્ગુણો નો કરીએ ભાગાકાર , જીવન રૂપી નકશા નો બદલીએ આકાર .
-
રૂપ
રૂપ તમારું કાતિલ , હર અદા નિરાળી છે , આ સાદાઈ માં પણ સુંદરતા છલકાઈ છે , ચંચલ નયન , મધુર મુસ્કાન તમારી નીરખી , જિંદગી તમ પર વારી છે .
-
પ્રેમ
શ્વસું છું તમારું નામ લઈ , વસુ છું તમારા દીલ મહી, મદહોશ છું પ્રેમ સુરા ના પાનમહી , કરશો જો દ્દીલ થી દુર તમારા , રહેશે ના શેષ અવશેષ અમારા .