Mindblown: a blog about philosophy.

  • કામણ

    તમેતો લાજ કાઢી ને પણ કર્યું છે એવું કામણ , કે રૂપાળા ચહેરા પણ હવે જોવા નથી ગમતા .

  • દોસ્ત એટલો જ ફરક છે

    દોસ્ત એટલો જ ફરક છે મીણબત્તી માં ને માણસ માં , એક બળી ને સુગંધ આપે છે ,એક સુગંધ જોઈ ને બળે છે .

  • સહારો ના બન્યા એવા આધારો મા માનું છું

    સહારો ના બન્યા એવા આધારો  માં માનું છું કદી ઉજવી શક્યો ના એવા તહેવારો માં માનું છું , કોઈ મારું થશેએવી હજીય શ્રદ્ધા છે હૈયા માં , હસો મિત્રો હસો કે હું ચમત્કારો માં માનું છું .

  • છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા

    છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ. હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ. પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે, ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ. નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ, બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ. અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા…

  • બટેટાપૌંઆ

    જો બટાટા પૌંઆ વધી પડ્યા હોય તો તેને ફેકી ના દેતા મસાલા આગળ પડતા નાખી કાંદા ગાજર લીંબુ નો રસ નાખી થોડો આરાલોટ ભેળવી કટલેસ અથવા પેટીસ બનાવી તેલ માં તળી લેવી અથવા નોનસ્ટીક તવા ઉપર થોડું તેલ મૂકી શેકી લેવી .એક નવી વાનગી તૈયાર થાશે .

  • જીવતર નુ ગીત

    જીવતર સાંઠો શેરડી નો ,વચ માં દુ:ખ ની ગાંઠો રે , કદીક હોય મઝધારે ઝૂઝવું ,કદીક મળી જાય કાંઠો રે , રાત દિવસ ની રમણાઓ માં અંધારું અજવાળું રે , તેજ તિમિર ના તાણાવાણાવસ્ત્રવણ્યું રૂપાળું રે , હરી નુ દીધેલ હડસેલી તુંઆમ શીદ ને નાઠો રે , જીવતર સાંઠો શેરડી નો વચમાં દુ:ખ ની ગાંઠો…

  • શ્રદ્ધા

    શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર , ગીતા માં કૃષ્ણ ના સહી સિક્કા ન કર ! તું જીવી ના શકીશ માણસ વગર , ફેફસાં છે તું નાક સાથે કિટ્ટા ન કર ! -દિનેશ પાંચાલ

  • ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ

    ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે? શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે? ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ! પાંદડું કહે…

  • હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

    ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી. મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી. મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી. એક ક્યારેથી…

  • લગ્ન ગીત

    હવે લગ્નગાળો  શરુ થાશે .લગ્ન ગીતો ની રમઝટ બોલશે .તો ચાલો આપણે પણ એક સુંદર લગ્નગીત ને માણીએ . તમે રહેજો …..ભાઈ માન માં ,અમે આવશું તમારી જાન માં , અમે જાન  માં કરશું જલસા , અમે ગાશું મંગલ ગીતડા . આ દાદા તમારા દાદી તમારા હેતે થી તમને પરણાવશે , આ અદા તમારા ,ભાભુ…

Got any book recommendations?