Mindblown: a blog about philosophy.
-
મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે. તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે. પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને, તો દર્પણ છું છતાં…
-
અહીં છે એવો સરંજામ નથી મળવાનો
અહીં છે એવો સરંજામ નથી મળવાનો , તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો , લાખ જન્નત તું દેશે મને મારા ખુદા, મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો .
-
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે , મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે , પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી , મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.
-
બાળદિન
આજે અમે એક સંબંધી ના ઘેર ગયા હતા .એમનો દીકરો રમતો હતો .થોડીવાર પછી એ ઉભો થયો તૈયાર થઇ ને સ્કુલ બેગ લીધી એ એટલી વજનદાર હતી કે તે નાનો બાળક એ ઉપાડી શકતો નહોતો .થોડા પ્રયત્નો કર્યા પછી તેણે એ બેગ ને એની બહેન ની મદદ થી ખભા ઉપર લટકાવી ત્યારે એ બાળક આગળ…
-
પાછા વળો ! – ડૉ .મહેશ રાવલ
લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો ! જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો ! આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો ! ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં આંખ નહીં, રગમાં…
-
ચમન તુજને સુમન -કૈલાસ પંડિત
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે. અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો, ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી, કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે. ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી, હશે જો…
-
ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું.
ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું સૂરજ અજવાળાને બહાને…
-
અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા
સંધ્યાના નભમાં છે લાલી શરાબી, પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી. અમારા બધાં સુખ તમોને મુબારક, મહેલોની મહેફિલ તમોને મુબારક; તનહાઈયાંમાં યાદી તમારી, અમારા બધા સુખ તમોને મુબારક. પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી, મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી; સાગરના મોતી તમોને મુબારક, તનહાઈયાંમાં યાદી તમારી, અમારા બધા સુખ તમોને મુબારક. કરું હાથ…
-
દીકરી
ક્યાંક વધામણા થઇ અવતરે દીકરી ક્યાંક દુધપાશ માં કેવી થરથરે દીકરી વ્હાલ નુ સદા અમી વર્ષાવે દીકરી ક્યાંક રિવાજો ની વેદીએ બળે દીકરી ક્ન્યાદાન ના પુન કહેવાય દીકરી ક્યાંક જાત ના સોદા માં સબડે દીકરી વિરાંગના સ્વરૂપે પુજાય દીકરી ક્યાંક દ્રષ્ટિમાં નીચી નજરે દીકરી મુક્તિ કેરા આભને આંબે કોક દીકરી ક્યાંક બંધનોના પાંજરે તરફડે દીકરી…
-
સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ. સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી, દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ. મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે, જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ. કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને, તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ. ‘આદિલ’ ઘરેથી નિકળ્યો…
Got any book recommendations?