Mindblown: a blog about philosophy.

  • એકાંત

    હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય, એકાંતમાં તો જાતને સામે મળી જવાય; સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં, પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય. – આદિલ મન્સૂરી

  • રે મન, ચાલ મહોબ્બત કરીએ – હરીન્દ્ર દવે

    રે મન, ચાલ મહોબ્બત કરીએ નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઇ લઇ લઇએ પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ. દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે જીવનનું પયમાન ઠાલવી…

  • માતા પિતા -સંતાન ની પ્રથમ પાઠશાળા

    એક રાજા હતો .તે ખુબ કડક સ્વભાવ નો હતો ગુનેગારો ને તે કડક શિક્ષા કરતો .પ્રજા તેનાથી ડરતી હતી એટલે તેના રાજ્ય માં ગુનાઓ બહુ ઓછા થતા અને પ્રજા સુખ ચેન થી રહેતી .કોઈ ને ચોરી ,લુંટફાટ, મારામારી  નો ડર ન હતો .રાજા ના સૈનિકો રાત ના પહેરો ભરતા અને કોઈ કનડગત કરતુ હોય તો…

  • અનુભવ વાણી

    સર્વ કુટુંબીજનો તરફથી એકસરખો સ્નેહ અને આદર પ્રાપ્ત કરવો એ તારા જીવનનો સૌથી   મોટો પડકાર છે બેટા, માત્ર આપણે જ હમેશા  સાચા હોઈએ એવું નથી, બીજાઓ પણ સાચાં હોઈ શકે છે . ખાસ તો કોઈ પણ વ્યવસ્થામાં આપણે નવા હોઈએ ત્યારે બધું સમજવા માટે આપણાં સંસ્કારનું જતન કરીને આપણી મૌલિકતાને તબક્કાવાર વ્યક્ત કરવામાં આત્મસૂઝ અને…

  • મહાત્મા ગાંધીજી

    ગાંધીજી વિશે ઘણું  છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે  સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના  વિચારોમાં છે . આઝાદી  મળ્યા પછી  ભારતની  પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ  બાપુના  નામનો…

  • અકથ્ય ધીરજ

    કોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ? ‘ શિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું !’ આ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે, `કેળવણી એક લડત છે .’ શિક્ષકોનો…

  • સત્યની ઉપાસના

    ગમે તેવું વિરાટ કે વિકરાળ સત્ય હોય તું નિર્ભયતાથી યોગ્ય સમયે એનો ઉચ્ચાર કરજે . દિકરી, થોડુંક ખોટું બોલી લેવાથી અનેક મુશ્કેલીઓંમાંથી બચી જવાય છે એ તો હળાહળ ભ્રમ છે, એમ માનીને જે લોકોએ થોડા સમય માટે ખોટું બોલવાની શરૂઆત કરી તેઓં તો આ સંસારના જંગલમાં ખોવાય ગયા છે . બોલાતા સત્યને તું ઝાલી રાખીશ…

  • જાદુઈ રૂમાલ

    બીજાના દુઃખનો વિચાર : મારી દિકરી, બાળક હોવું અને બાળપણથી વંચિત રહેવું એના જેવો બીજો કોઈ  અભિશાપ નથી . આ  દુનિયામાં અસંખ્ય બાળકો એક પણ રમકડાં  વિના ઊછરી રહ્યા છે એનો તું કદીક વિચાર કરજે . જયારે તારી આંખ સામે ભોજનથાળ હોય . ત્યારે ઝૂપડીમાં માં પાસે ટળવળતા ભૂખ્યા ચહેરાઓને તું સંભારજે . ઘણાં બાળકોને…

  • ઉદ્દાત ભાવના

    ધોરી માર્ગને જોડતો કાચો રસ્તો હતો . ત્યાં એક વૃદ્ધ રસ્તો વ્યવસ્થિત કરી રહ્યો હતો . ત્યાંથી પસાર થતા એક યુવાને વૃદ્ધને પૂછ્યું : “ દાદા, તમે કેટલાયે દિવસોથી આ રસ્તો ઠીકઠાક કરી રહ્યા છો, તે હું જોતો આવ્યો છું . તમારે હવે ક્યાં વધારે જીવવાનું છે તે આવું નાહકનું મજુરી કામ કર્યા કરો છો…

  • જીવદયા

    જીવદયા એક માણસ સવારના પહોરમાં દરિયાકિનારે લટાર મારવા નીકળ્યો . એ વખતે તેની નજર એક વૃદ્ધ માણસ પર પડી . એ માણસ વૃદ્ધ પાસે ગયો . તેને જોયું તો ભરતીમાં તણાઈ આવેલી મોટી  માછલીઓંને પકડીને તે થોડે આગળ જઈ  દરિયામાં છોડી આવતો હતો . પેલા માણસને આશ્ચર્ય થયું . તેણે વૃદ્ધને પૂછ્યું : ` તમે…

Got any book recommendations?