Mindblown: a blog about philosophy.
-
મીઠું મજા નું ઘર
મીઠું મજાનું ઘર તારે પણ હશે મારી દિકરી મીઠું મજાનું ઘર જેમ પંખી સજાવે છે એનો માળો, એમ તું પણ સજાવીશ તારી જિંદગીનું વૃક્ષ અને એની દરેક શાખા . સાંજ પડે ત્યારે પરિશ્રમ કરીને ઘરે આવશે તારો પતિ, જેની તું ક્ષણે ક્ષણ રાહ જોતી હો એના આગમન ટાણે મહેકી ઉઠશે તારું મન, તારા એકાંતનો એ સાથી,…
-
સભરતા ભળી શ્વાસ માં એમ આજે
સભરતા ભળી શ્વાસમાં એમ આજે હૃદય પાઠવે આ કુશળતા આજે અચલ આંખ મીચી, અસલ મૌન ઉંચું, છતાં શું ફરકતું શબ્દ જેમ આજે ? તુરત સોપશું, જાત આખી સહજમાં, તમે જેમ કે’શો ,થશે તેમ આજે . અહી પણ હશે ને તહી પણ હશે એ, ગગન ખોદતા નીકળે હેમ આજે . પછી એક પળમાં તમે પણ પ્રગટશો, અમે ખોળશું જો, લઈ…
-
સમય બચાવો
સમય બચાવો નોઆખલી યાત્રા વખતે એક દિવસ ગાંધીજી શ્રી રામપુર પહોચ્યા . ત્યાં એક અમેરિકી મહિલા તેમને મળવા આવી . તેમણે એક ભારતીય સજ્જન સાથે લગ્ન કર્યું હતું અને તે ટીપટા જીલ્લાના એક રાહત કેન્દ્રમાં કામ કરતી હતી . તે પોતાની સાથે નોઆખાલીની પીડિત હિંદુ સ્ત્રીઓં માટે સિંદુર, શંખની બંગડીઓં, અને એવી બીજી વસ્તુઓં લાવી હતી .…
-
ઝાઝું વિચારવું જ નહી
ઝાઝું વિચારવું જ નહી. મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી. ઝાઝું વિચારવું જ નહી. રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું, વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું, આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી. ઝાઝું…
-
પરોપકાર
પરોપકાર નોઆખલી યાત્રા વખતે કામ પૂરું કરવા માટે ગાંધીજી રાતના બે વાગે જાગી જતા . મનુને પણ જગાડતા . કડકડતી ઠંડી પડતી હતી . મનુને એટલા વહેલા જાગવાનું ગમતું નહી . પણ ફાનસ તો સળગાવી આપવું પડે . એક દિવસ તેણે ગાંધીજીને કહ્યું – ` આજે તમે જલદી ના ઊંઠી શકો તો હું ભગવાનના નામ પર એક દીવો…
-
ચિંતન
ચિંતા કરવા કરતા ચિંતન કરવું વધુ સારું .
-
કહો જોઈએ
કહો જોઈએ એવી કઈવસ્તુ છે જેમાં આપનાર નો હાથ નીચે અને લેનાર નો હાથ ઉપર હોય . ઉત્તર : છીંકણી
-
તારા પછી ની પેઢી
તારા પછીની પેઢી મારી દિકરી, તારા કંઠમાં તું હાલરડાને વહેતા રાખજે, એ અમૃતાધારાને તું સુકાવા ન દેતી . તારા હૈયામાં વાર્તાઓના ખજાનાઓ તું સંઘરી રાખજે, એ કથાઓને તું વીસરી ન જાતી . કાલ સવારે ભોળા શિશુ તારે આંગણે રમશે અને તારી આંખમાં તરસથી ટગર ટગર જોશે, ત્યારે રમકડાના ઘૂઘરાના ખાલી અવાજમાં તું એના મધુર…
-
મારા વહાલા પપ્પા
ચાલો ,આજે ફાધર્સ ડે ના દિવસે મારું પ્રિય ગીત આપ સૌ ની સાથે શેર કરું છું . યે તો સચ હૈ કી ભગવાન હૈ ,હૈ મગર ફિર ભી અનજાન હૈ , ધરતી પે રૂપ માબાપ કા વિધાતા કી પહેચાન હૈ .
-
મારા પપ્પા એટલે બસ મારા પપ્પા
મારા વહાલા પપ્પા , મજામાં જ હશો . હું પણ મજામાં જ છું . પત્ર ઘણાં સમય પછી લખું છું પણ એક પલ પણ તમને ભૂલી નથી .કેવી રીતે ભુલાય ?જો શ્વાસ લેવાનું ભુલાય તો તમને ભુલાય પણ એ તો અશક્ય છે એવી રીતે તમે પણ મારી સાથે જ શ્વસી રહો છો . તમારી…
Got any book recommendations?