Mindblown: a blog about philosophy.

  • મારી વહાલી દીકરીને બિસ્કિટ, ચોકલેટ અને …………

    શિયાળાની કાતિલ ઠંડીની રાત્રે હું જયારે ઘરે આવું ત્યારે મારી દિકરી, ઘોડીયામાંથી માથું ઊચું કરીને તું એક શબ્દ બોલતી – પપ્પા ….. મારી થેલીમાં હંમેશા હોય તારે માટે સુખ નામની ચોકલેટ કે ક્રીમવાળા બિસ્કિટ કે કોઈક રમકડું …… જેમ જેમ તું મોટી થતી ગઈ તેમ તેમ ચોકલેટ અને રમકડાં ઓંછા થવા લાગ્યાં ……. હવે તું…

  • દીકરી

                                 અછાંદસ રચના મારે તને કઈ કહેવાનું ન હોય  હે દિકરી, તું જાણે છે ? કે પુત્રીનો જન્મ થયા પછી દુનિયાના દરેક પિતાની એક જ પ્રાર્થના હોય છે, ` મારી દીકરીને સુખી કરજો .’ પિતા કહે છે , મારી દીકરીને એક કાંટો વાગવાનો હોય તો ભલે મને હજાર કાંટા વાગજો, પણ એના માર્ગમાં તો ફૂલો જ…

  • દીકરી

                                  અછાંદસ રચના તને શાળાએ ભણવા મૂકી ત્યારે દિકરી, મને ક્યાં ખબર હતી કે અર્ધી કન્યા વિદાય હતી, એક પિતા અને પુત્રીના વિખૂટાં પડવાનો એ આરંભ હતો ! પછી તે મારી આગળી ઝાલ્યા વિના એકલા એકલા જ ગણિતનો એકડો ઘુટ્યો, હિચકામાં બેઠી , શાળાના નવા પરિવાર વચ્ચે તે તારી જાતને ગોઠવી, પડતાં, રમતાં તારી આંખ…

  • કોર્ન ભેળ

    કોર્ન ભેળ :- સામગ્રી :-બાફેલા મકાઈ દાણા   ૧ કપ ,બાફેલાબટેટા ,ટામેટા અને કાંદા બારીક સમાંરેલા ત્રણે વસ્તુ મળી ને ૧ કપ ,ખારી સીંગ ફોતરા વગર ની ૧ /૪ કપ  ,ચણાનીદાળ તળેલી મસાલા વાળી  ૪ ચમચી , જાડી સેવ  ૪ ચમચી ,   સેવપુરી ની પુરી ના ટુકડા ૧/૨ કપ  સંચળ પાવડર ચપટી ,લાલ મરચું પાવડર…

  • ગમ ખાઈ ને ભુખ ભાંગી શકું છું

    ગમ ખાઈ ને ભુખ ભાંગી  શકું છું ,આંસુ પી ને તરસ છીપાવી શકું છું , દિલ માં ભલે હો ઉદાસી ,ચહેરા ઉપર સ્મિત ફરકાવી શકું છું , દુ:ખો ને ભૂલી સુખો ની લહાણી કરી શકું છું , કદાચ એટલેજ હારી ને પણ  ,સહુ કોઈ ના દિલો જીતી શકું છું .

  • મહાશય

    કરો ન બહુ રોકકળ મહાશય, હિસાબ સીધો-સરળ મહાશય . કદીક ખૂલે બધીય પળ આ, કદી બને એ પડળ મહાશય . તમે જ હોડી, તમે જ દરિયો , તમે જ પોતે વમળ મહાશય . અહી અરીસા બધા ખુદા છે , અને ખુદા છે અકળ મહાશય . કલમ કશુંયે કરી શકે ના, ગઝલ સ્વભાવે ચપળ મહાશય .

  • મેઘરાજા ની મહેર

    બસ , ઇન્તજાર નો અંત આવી ગયો ,બફારા માંથી મુક્તિ અને ભીની માટી ની પહેલા વરસાદ ની મીઠી મીઠી સોડમ. વાહ ! મેઘરાજા ની વાજતે ગાજતે પધરામણી થઇ અને વર્ષારાણી રુમઝુમ કરતા પધાર્યા. વરસાદની અમીધારા વરસતા જ નાના મોટા સૌ આનંદ માં આવી ગયા અને ભીંજાવા બહાર દોડી ગયા.  કોયલ નો મીઠો ટહુકાર અને વરસાદ…

  • તું અડ્યા ની શકયતા સ્પર્શી ગઈ

    તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ . એ જ કેડી એ જ વાતો આપણી એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ આગળીને એકલી છોડી ગઈ એક વીટીની કથા સ્પર્શી ગઈ હું મને ખુદને હવે ભૂલી જઉં મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ એટલે તો અવતરે છે આ ગઝલ, એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .

  • ટોળેટોળા

    ટોળેટોળા એક અને હો એક બરાબર ટોળેટોળા, અવઢવ રગ રગ છેક બરાબર ટોળેટોળા . પોથી પર ચીતરવા માણસ નામે ઘેટાં , પંડિતજી લે ટેક બરાબર ટોળેટોળા ઘેન ભરેલી આંખોમાં બસ પડછાયા ને , સપનાં ઠેકાઠેક બરાબર ટોળેટોળા, ટોળાની ઘટનાઓની લાંબી હારો પણ, માપો ત્યાં વેતેક બરાબર ટોળેટોળા, રસ્તો, સરઘસ ઝંડો, સૂત્રો મારામારી, આવું એકાએક બરાબર ટોળેટોળા .

  • આ તે કેવું ભણતર ?

    કેવું ભણતર ? સેવાગ્રામમાં કોઈ બિમાર પડે તો તેની દવા પુછવા બધા ગાંધીજી પાસે આવતા . એક વખત એક વૃધ્ધ ધોબણ આવી . તેની ઉંમર 75 વર્ષની હશે . તેને ખૂબ ખંજવાળ આવતી હતી . તે વારંવાર રડતી અને માટીની દીવાલો સાથે પાતાનું શરીર ઘસતી . તેણે ગાંધીજીને કહ્યું – ` આ ખંજવાળ મારો જીવ લેશે .’…

Got any book recommendations?