Mindblown: a blog about philosophy.
-
આજ મધમધતી હવા સ્પર્શી ગઈ
આજ મધમધતી હવા સ્પર્શી ગઈ, તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ . એ જ કેડી એ જ વાતો આપણી એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ આગળીને એકલી છોડી ગઈ એક વીટીની કથા સ્પર્શી ગઈ હું મને ખુદને હવે ભૂલી જઉં મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ એટલે તો અવતરે છે આ ગઝલ, એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .
-
ચાઈનીઝ વાનગી ચાઉ ચાઉ
ચાઈનીઝ વાનગી ચાઉ ચાઉ સામગ્રી 300 ગ્રામ ફણસી 10 દાંડી સેલરીની ભાજી 200 ગ્રામ કેપ્સિકમ 300 ગ્રામ ગાજર એક ચમચી આજીનો મોટો એક ચમચી સોયા સોસ સાંતળવા માટે તેલ 100 ગ્રામ નુડલ્સ 4 નંગ લીલી ડુંગળી 300 ગ્રામ કોબીજ એક ચમચી ખાંડ એક ચમચો કોનફલોર સ્વાદ અનુસાર મીઠું રીત એક વાસણમાં પાણી ઉકાળો . પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ,…
-
પપ્પા ની આજીવન પ્રશંસક
મારી લાડકી દીકરી , કેમ છે તું ? આનંદ માં ને ! આનંદ માં જ હોઈશ કા .કે તારો સ્વભાવ જ ખુશ રહેવાનો અને બીજા ને ખુશ રાખવા નો છે એ હું જાણું છું .બસ સદાય આમ જ ખુશ રહેજે ને સૌ ને ખુશ રાખજે .તારા મારા ઉપર ના પ્રેમ ની મહેક આજેય દુર…
-
દીકરી ના હૃદય નું ગીત
મારી વહાલી દિકરી, વેલેન્ટાઈન ડે જેવા દિવસે લાકડી લઈને નીકળી પડતા સમાજ ના ઠેકેદારો જેવા તું મને ન ગણતી, હું તો તારા હ્નદયનું ગીત સાંભળવા આતુર છું . હું જાણું છું કે તું પણ સંવેદનશીલ મનુષ્ય છે અને એ ઘણી જ મોટી વાત છે . તારા સંવેદનો વેડફાઈ ન જાય એની ચિતામાં હું કયારેય કઠોર પથ્થર નહી બનું,…
-
મારી વહાલી દીકરી
મારી દિકરી, જે જગતમાં તું પ્રવેશી છે તે તારા આવતાં પહેલાથી જ અંધકાર અને ઉજાસમાં વહેચાઈ ગયું છે . તું જે તરફ ઊભી રહીશ એ તને મળશે, અંધકાર પાસે છે નિરાશા, ઉદાસી અને અફસોસ . ઉજાસ પાસે છે આશા, ખુશી અને ઉમંગ . આપણે ઉજાસના માર્ગે જ આગળ આવ્યા છીએ પુત્રી, અને ઉજાસનો માર્ગ જ છે આપણું…
-
મગજ નું દહીં
ડોક્ટર અને ભગવાન વચ્ચે એક જ તફાવત છે કે ભગવાન પોતાને ડોક્ટર માનતો નથી . – તમારો દુશ્મન જયારે ભૂલ કરતો હોય ત્યારે એને ખલેલ ના પહોંચાડો . – તમાકુ ખાવાથી તમે ઘરડા નહી થાઓ, જુવાનીમાં જ મરી જશો . – બધાએ હવામાન પાસેથી એ શીખવું જોઈએ કે એની ટીકાને એ જરાય ગણકારતું નથી .…
-
પછાડો નહી ઉંચકો
ગામા પહેલવાનનું નામ દેશ – વિદેશમાં જાણીતું છે . તેઓં વિશ્વવિજેતા પહેલવાન હતા . એક વાર એમનું સન્માન વિશ્વવિદ્યાલયમાં થયું . વિશ્વવિદ્યાલયના મોટા – ભવ્ય સમારંભમાં પંડિત મદનમોહન માલવિયાજીએ ગામા પહેલવાનની ખૂબ પ્રશંસા કરી . તેમણે શ્રોતાઓંને પોતાના સંબોધનમાં કહ્યું : ` આપ સૌ ગામા પહેલવાન જેવું જીવન બનાવો . ગામા પહેલવાનનું જીવન પ્રેરણાદાયી છે .’ ત્યાર પછી…
-
ફળદ્રુપ મગજ ની ઉપજ
પ્રેમ એ એક બહુ મોટો ભ્રમ છે અને લગ્ન સાથે એ ભ્રમ પૂરો થાય છે . – મને ઊલટીઓં થતી હતી અને ચક્કરો આવતા હતા . કાં તો હું પ્રમમાં હતો કાં તો મારા પેટમાં ગરબડ હતી . – પ્રેમ આંધળો છે અને એટલે જ એમાં સ્પર્શનું મહત્વ ખૂબ જ છે . – યાદ રાખો…
-
ભૂલકણા માણસો
લિન ચીનની એક જાણીતી વ્યક્તિ હતી . તેમના પગરખા ફાટી ગયા હતાં . એમણે પોતાના પગનું માપ નોકરને આપ્યું અને બજારમાં પગરખાં લેવા મોકલ્યો . નોકર બજારમાં ગયો ખરો પરંતુ માત્ર શાક લઈને જ પાછો આવ્યો . તે જૂતા લાવી શક્યો નહિ, કારણ કે તે લીનના પગનું માપ ઘરે ભૂલી ગયો હતો . બીજે દિવસે…
-
સામનો કરો
સામનો કરો સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ હતું ` નરેન્દ્ર ‘. નરેન્દ્ર એક દિવસે ચાલતા ચાલતા કોઈ સ્થળે જતા હતા . એક વાંદરો એકાએક આવી ચડ્યો . અલમસ્ત વાંદરો દાતિયા કાઢી તેમની પાછળ પડ્યો . નરેન્દ્ર ભાગ્યા …….. આગળ જતાં એક સદગૃહસ્થ મળ્યા . તેમણે મોટા અવાજે કહ્યું : ` બેટા, ભાગો મત ! તુમ જીતના…
Got any book recommendations?