Mindblown: a blog about philosophy.

  • મુહોબ્બત

    મુજે તુમ્હી સે મુહોબ્બત ઔર તેરી હી આરઝૂ  હૈ , જમાના ક્યાં જાને યે દો  દિલોં કી ગુફતેગુ  હૈ . લ્યો  આ બીજી પણ હિન્દી  માં જ લખી ગઈ ,કાંઈ વાંધો નહી ,આપણે તો શેર શાયરી ની મજા જ માણવી છે ને . માયા રાયચુરા .

  • ઇલ્જામ

    જીએ તો ઐસે  કી જુબાં પે કભી શિકાયત  ના આયે , મૌત ભી આયે તો ઐસે  કી તુમ પર કોઈ ઇલ્જામ ના આયે . આજે હિન્દીમાં શાયરી લખાઈ ગઈ છે ગમશે ને ! માયા રાયચુરા .  

  • પ્યાર

    હું ક્યાં  ગાડી ,વાડી કે બંગલા ચાહું છું , બસ તમારા દિલ માં થોડી જગા ચાહુ છું . હું ક્યાં તમારા ધન દોલત ચાહું છું , બસ તમારી એક મીઠી નજર ચાહું છું . આપી શકું તમને સાથ હર કદમ પર , બસ એટલો વિશ્વાસ ચાહું છું . જો મારો સાથ હોય ગમતીલો તમને ,…

  • કાં નજર ફેરવી લે સહુ

    કાં નજર ફેરવી લે છે સહુ , કાં મોં  મચકોડી તરછોડે સહુ , કાં મુજ થી  દુર ભાગે સહુ , કાં ગણે મુજને નડતર સહુ , પૂછ્યું કોઈક ને કે મારી શું ભૂલ ,બતાવો મુજને તો કરું કબૂલ , ઉત્તર માં હસી ને દીધું મુજને દર્પણ ,કહ્યા વગર કાંઈ પણ , દર્પણ માં જોઈ ને…

  • ચડતા દી

    ચડતા દી નું પારખું ,નિત આવે મહેમાન , પડતા દી નું  પારખું ,આંગણે ના આવે સ્વાન.

  • સારા માણસો

    સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું ,માણસો માં સારું જોવા જઈશું તો ફાવી જઈશું .

  • વડીલો

    વડીલો ને વિનય થી , બાળકો ને હેત થી અને જુવાનો ને  સાથ આપી જીતી શકાય .

  • આંખ

    આંખ માં અમી તો દુનિયા ગમી ,જીભ માં અમી તો દુનિયા નમી .

  • માતૃભાષા

    માતા થી બાળક ને અલગ ન કરી દેવાય એમ અભણ માણસ પણ સમજે છે ,પરંતુ માતૃભાષા થી બાળક ને દુર ન કરી દેવાય એમ  ભણેલાઓ  પણ સમજતા નથી .

  • ભઈલા નો જન્મ દિવસ

    મારા વહાલા ભઈલાગૌરાંગ કાંતિલાલ ઠકકર  ને જન્મ દિન ની શુભ કામનાઓ સાથે આ મારી  કવિતા ભેટ . ભઈલો મારો લાડકવાયો ,દેવ નો દીધેલ છે , દીર્ઘાયુ થાજે ને ખુશ રહેજે સદાય એવી આષિશ બેની ની છે . કેટલાય વ્રત ને જપ તપ કીધા બેનીએ , ત્યારે દીઠું તવ મુખડું , સાકર મુખ માં મૂકી તારા…

Got any book recommendations?