Mindblown: a blog about philosophy.
-
ફાગ
ફાગણ ના ફાગ ને વસંત ના રાગ , તન મન તપાવે હોળી ની આગ . ફાગણ ફોર્યો ને આંબો મહોર્યો , ને ખીલ્યો કેસુડો , ગુલમહોર. રંગ રસિયા સાથે રંગે રમી ને, પ્રેમ રંગ માં ભીંજાશું તરબોળ . મનડા નો મોર નાચે ,ઉઠે અનેક તરંગ , મન ભરી રંગે રમશું પીયુ ની સંગ .
-
કરિયાવર
સદાચરણ અને સુયોગ્ય વ્યવહાર એ ઉત્તમ કરિયાવર છે .
-
ગુલાબજળ
ઠંડા પાણી માં થોડું ગુલાબજળ મેળવી તેનાં થી દિવસ માં ૨-૩ વાર ચહેરો ધોવા થી ગરમી માં સારું લાગે છે .આંખો ઉપર પણ ગુલાબજળ ના કોટન પેડ રાખવાથી આંખો ની બળતરા માં રાહત થાય છે .
-
ભાષા
ભાષા ,ભૂષા અને ભોજન આપણી સંસ્કૃતિ ને પોષક હોવા જોઈએ .
-
યોગ
પરિસ્થિતિ દુઃખ ની હોય કે સુખ ની , ગમતી હોય કે અણગમતી ,હાર્યા કે થાક્યા વીના પ્રાપ્ત પરિસ્થિતિ ને હ્ર્દય થી સ્વીકારી નિર્લેપ ભાવે જીવવું તેનું નામ યોગ .
-
પાતળી પરમાર
માડી હું તો બાર બાર વરસે આવિયો માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે… દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે…
-
ઇન્સ્ટન્ટ ફિરની
વધેલા ભાત , દૂધ , ખાંડ નાંખી મિક્સી માં એકરસ કરી લેવું .એલચી ,જાયફળ નો પાવડર ચપટી નાખવો અને એક બાઉલ માં કાઢી સુકામેવા ની કતરણ થી સજાવી ફ્રીજ માં ઠંડું કરવા મુકો . નાની નાની માટી ની કુલડી માં અલગ અલગ સર્વિંગ પણ કરી શકાય .
-
વધેલા ભાત
જો ભાત વધ્યા હોય તો મિક્સી માં ૧ કપ ભાત ,૨-૩ ચમચી રવો અને ૨-૩ ચમચી દહીં નાંખી પીસી લેવું અને તેમાં ઝીણા સુધારેલા કાંદા , ૧/૪ ચમચી આખું જીરુ , બારીક કાપેલું લસણ ,બારીક કાપેલા આદુ ,મરચા અને કોથમીર નાંખી સ્વાદ મુજબ મીઠું નાંખી ખીરું બનાવો અને નોન સ્ટીક તવી માં ૧ ચમચો ખીરું…
-
દીકરી ને માં ની શિખામણ
સમજુ બેની જાય સાસરે , વચન માડી નું ધ્યાન માં ધરી . શ્વસુર પક્ષ માં લાજ થી રહી ,કસુર કામ માં કીજીએ નહી . પર ઘેર વધુ બેસવું નહી ,ઘર તણી કથની કહેવી નહી . દિયર જેઠ શું થોડું બોલવું ,અદબ માં રહી નિત્ય ચાલવું . હઠ કરી કાંઈ માંગવું નહી ,રૂસણું રાખીને દુભાવું નહી…
-
પતિ પત્ની
પતિ એ પત્ની ને કહ્યું ,’ મારું મગજ ના ખા .’ પત્ની બોલી ,’ હું પ્યોર વેજીટેરીયન છું .’ હા હા હા .
Got any book recommendations?