Mindblown: a blog about philosophy.
-
દોસ્તી
મારી દોસ્તી અનોખી ને મારા દોસ્ત પણ અનોખા , કહેવાય સહુ વૃક્ષ પણ ફલ ફૂલ પાન બધાના નોખા નોખા , દરેક ના ખીલવા ના અંદાજ નોખા નોખા , પણ આપે સહુ ને આનંદ એક સરખા . મેં તો દોસ્તી કરી મારા આંગણ માં ખીલેલા વૃક્ષો સાથે . મારા એ મિત્રો મને ખુબ જ વ્હાલા છે…
-
પ્રેમ
પ્રેમ ને દોલત થી ખરીદી શકાતો નથી , પ્રેમ ને કોઈ પણ ત્રાજવે તોલી શકાતો નથી , પ્રેમ અને પૈસા બંને જરૂરી છે જીવવા માટે , એક નો પણ અભાવ હોય જીવન માં તો , જીવન લાગે છે વન જેવું .
-
શાયરી
દોસ્ત હોય તો કૃષ્ણ સુદામા જેવા , ભક્ત હોય તો શબરી જેવા , પ્રેમ હોય તો રાધા જેવો , અને ભગવાન તો બસ મારા લાડકા કૃષ્ણ જેવો .
-
શાયરી
જીવન માં એવો સમય પણ ક્યારેક આવે છે , જયારે સંબંધો પણ બોજ લાગે છે , આશ્વાસન ના શબ્દો પણ તીર ની જેમ વાગે છે , અરે ! બીજું તો શું ,પ્રેમ નો પણ હ્રદય ને ભાર લાગે છે .
-
શાયરી
દીકરો મારો લાજવાબ , જાણે રણમાં ખીલ્યું ગુલાબ , રુઆબ જાણે મોટો નવાબ , દરેક પ્રશ્ન નો દે એ હાજર જવાબ .
-
ગ્રીન દાળ
ગ્રીન દાળ સામગ્રી : ૧ વાટકી મગ ની ફોતરા વાળી દાળ , પાલક ના ૫ થી ૬ પાન , સુવા ની ભાજી ૧/૨ કપ , લીલું લસણ ૨ ચમચી , ટામેટા – ૧ નંગ , લીલી ડુંગળી પાન સાથે ૧/૨ કપ , આદુ મરચા ની પેસ્ટ ૨ ચમચી , કોથમીર સજાવટ માટે , મીઠું સ્વાદ …
-
બદામ
૨ બદામ ને રોજ રાતે પાણી માં પલાળી છાલ ઉતારી સવારે ખાવા થી યાદશક્તિ સારી થાય છે.
-
આધાશીશી
ત્રણ દિવસ સવારે નરણા કોઠે ઘી અને ગોળ એક ચમચી મેળવી ખાવા થી આધાશીશી નો દુખાવો મટે છે .
-
શાયરી
કલમ લઈ લખવા બેઠો , શબ્દ બે ચાર , કાગળ રહ્યો કોરોકટ ને લોચનીયા માં આંસુડા ની ધાર , કેમ કરી ને મોકલવા હૈયા કેરાં હેત , હેત ની તો વરસે હેલી , કાગળ તો બે વેંત .
-
શાયરી
તારી આંખો ની પ્યાસ બનવા તૈયાર છું , તારા હ્રદય નો શ્વાસ બનવા તૈયાર છું , તું જો આવી ને મને સજીવન કરે તો , હું રોજે રોજ લાશ બનવા તૈયાર છું .
Got any book recommendations?