Mindblown: a blog about philosophy.
-
કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ? જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! હું તને મારો ગણીને બંદગી કરતો રહું. ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ? જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે, આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી ! અલ્પ જીવનમાં…
-
ટામેટા ની ચટણી
સામગ્રી -૧ મોટું ટામેટું, ૪ થી ૫ કળી લસણ , ૧ નાનો કાંદો, મીઠું , જીરું ૧ ટીસ્પુન , ૨ લીલા મરચા૧ નાનો ટુકડો આદુ , કોથમીર અને ફુદીનો . બધી સામગ્રી મિક્સી માં વાટી લેવી . ગમે તો થોડી ખાંડ પણ નાંખી શકાય .કોઈ પણ ફરસાણ સાથે સારી લાગે છે.
-
જ્યાં જ્યાં નજર મારી ઠરે
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહી એ આંખ થી યાદી ઝરે છે આપની . માશૂકો ના ગાલ ની લાલી મહી લાલી અને, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જોઉં અહી ત્યાં આવતી દરિયાવ ની મીઠી લહેર , તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની.…
-
રવા નો શીરો વધ્યો હોય તો
રવાનો શીરો વધ્યો હોય તો તેનું પુરણ રોટલી માં ભરી ઘી મૂકી શેકી લો . સ્વાદિષ્ટ પુરણપોળી તૈયાર .
-
તમો ને મુબારક અમીરી તમારી
તમો ને મુબારક અમીરી તમારી , અમો ને મુબારક ફકીરી અમારી . તમોને મુબારક સઘળા સુખ વૈભવ , અમો ને ફકીરી માં નિરાળો અનુભવ . તમોને મુબારક ગાડી ને વાડી , અમો ને વ્હાલી છે ઝુંપડી અમારી . મલશે નહી તમોને ઝુંપડી માં અમારી, મહેલો ની એ જાહોજલાલી . સુખી રહો તમે સદાયે એ જ…
-
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે.
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન, તું આવવાને ચાહે, ને આવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.…
-
મા તે મા બીજા વગડા ના વા .
મા એટલે મધપૂડો . એનું વહાલ પણ મીઠું અને માર પણ મીઠો. મીઠી નીંદર નું સરનામું એટલે મા ની ગોદ .મા ની ગોદ એટલે ઠંડી માં હીટર અને ગરમી માં એર કુલર . એનો પ્રેમ રૂપી વરસાદ તો બારે માસ ભીંજવે . મા એટલે શિક્ષણ ની મોબાઈલ યુનિવર્સીટી .એ એક સાચી દોસ્ત પણ હોય છે …
-
અમે ચાર ચકલીઓ
અમે ચાર ચકલીઓ ,અમે દાદા ની દીકરીઓ , અમે આજ ભેગા રમીએ , અમે કાલ ઉડી જઈએ .
-
ટામેટા ઢોકળી
સામગ્રી ટામેટા , કાંદા, લસણ, આદુ, મરચા ,કોથમીર . હળદર ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો રીત સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી બનાવો . એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ જીરા નો વઘાર કરી હિંગ નાખી ,ઝીણા સમારેલા કાંદા નાંખી થોડી વાર સાંતળો .પછી તેમાં વાટેલા લસણ ,આદુ મરચા નાંખી સાંતળો .પાછી તેમાં…
-
હું હાથ ફેલાવું
હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દુર નથી, પણ હું માંગું ને તું દે એ વાત મને મંજુર નથી.
Got any book recommendations?