અંગ્રેજોની ગુલામી

ભારતના ભાગ્યનો નિર્ણય કરવાની યોજના લઈને બ્રિટન સરકાર તરફથી એક કેબીનેટ મિશન આવ્યું હતું . તે વખતે તેના અધિકારી મિ . બુડશે બ્યાટ ગાંધીજીને મળવા આવ્યા . તેમણે ગાંધીજીને પૂછ્યું – ` તમને લાગે છે કે અમે તમારી પીઠ પરથી ઉતારી રહ્યા છીએ ?’
ગાંધીજીએ જવાબ આપ્યો – ` જી હા, મને લાગે છે કે તમે અમારી પીઠ પરથી ઉતારી જશો, પણ તમારામાં તે માટે જરૂરી શકિત જોઈએ .’
વ્યાટ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીથી પેદા થતી મુશ્કેલીની ચર્ચા કરતાં બોલ્યા – ` માની લો કે અમે જેને ન્યાયી ઉકેલ સમજીએ, તે તમારા પર લાદી ને જતા રહીએ તો ?’
ગાંધીજીએ કહ્યું – ` તો તો બધું અસ્ત વ્યસ્ત થઈ જાય .’
વ્યાટ બોલ્યા – ` તો શું તેને ભારતના નિર્ણય પર છોડી દેવો ?’
ગાંધીજીએ જવાબ આપ્યો ` હા, કોગ્રેસ અને લીગ પર છોડી દો . પોતાની પ્રતિભા અને અંગ્રેજોની મદદ વડે ઝીણાએ એક મજબુત સંગઠન બનાવ્યું છે . તેમાં બધા તો નહિ, પણ દેશના મોટા ભાગના મુસલમાનો છે . મારી  સલાહ છે કે તમે તેમને અજમાવો અને તમને લાગે છે કે તે સોદો નથી  પતાવી શકતા તો કોગ્રેસને વિશ્વાસમાં લો, પણ અંગ્રેજોનું અધિપત્ય તો સમાપ્ત થવું જ જોઈએ .
વ્યાટ બોલ્યા `અને અંગ્રેજોના ગયા બાદ શું થશે ?’
ગાંધીજીએ કહ્યું – ` કદાચ રક્ત સ્નાન પણ થઈ શકે . જો ભારતને હું મારા માર્ગે ચલાવી શક્યો, તો અહિંસાથી આ ઉકેલ બે દિવસમાં આવી જશે . તેમ ના કરી  શક્યો તો અગ્નિ પરીક્ષામાં લાંબો સમય પણ ચાલી શકે . છતાં પણ અંગ્રેજી રાજ્યમાં આજે ભારતની જે હાલત છે, તેનાથી ખરાબ હાલત નહિ હોય .’


Posted

in

by

Tags:

Comments

Leave a Reply