અથ થી ઇતિ સુધી મેં મૌન લખાવી નાખ્યું,

અથ થી ઇતિ સુધી મેં મૌન લખાવી નાખ્યું,
શબ્દ એકેય ના મળ્યા, ત્હોયે પતાવી નાખ્યું!
ભૂલથીતો ભૂલથી પણ નામતો મારુ હતુું,
ખુદ એના હાથથી જો મેં કઢાવી નાખ્યું.
માનતા મારી નહીંતો કો’કની ફળી હશે,
એમ માની નાળીયેર આખુ વધેરી નાખ્યું.
એમ પણ નહોતુું કે સઘળું ગુલાબી હતુું,
એ ખરુું કે જે મળ્યું મેં વધાવી નાખ્યું .
એકલો તો ડગલુું ય હુું માંડી ના શકત,
આટલુું અંતર સંગાથે કપાવી નાખ્યું .
ઘાસ લાગણીનુું કુણું કુણું ઉગ્યું હતુું,
તેં નિંદામણ ગણી ખોટુું વઢાવી નાખ્યું .
કિસ્મત મારુું ય ખાસ્સુું ચમકતુું હતુું,
કુુંડળી દોરીને મેં નાહક વતાવી નાખ્યું .

ડૉ . મુકેશ જોષી


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: