અનુભવ

આજે  એક વર્ષ પૂરું થયું મારા આ બ્લોગ ને . કાલ થી નવું વરસ શરુ થશે મારા આ બ્લોગ નું . ભગવાન હમેશા મુશ્કેલીઓ ની સાથે એને સહન  કરવા ની શક્તિ પણ આપે જ છે . ગયા વરસે હું થોડી ડીસ્ટર્બ અને હતાશ થઇ હતી .દરેક ના જીવન માં કોઈ ને કોઈ અણગમતા બનાવ બને છે જે આપણ ને વિચલિત કરે છે .મારી સાથે પણ કૈક આવું જ બન્યું . પણ મારો દીકરો મને નિરાશા માંથી બહાર લાવવા માં સફળ થયો .એણે મને કૈક કરો ,તમને જે ગમે તે કરો  ,તમને ગમતી પ્રવુતી માં મન પરોવો એમ કહી મને કાંઈક સર્જનાત્મક કાર્ય કરવા પ્રેરતો રહ્યો . એને ખબર છે કે મને શાયરી , ગઝલ  સાહિત્ય વાંચન નો શોખ છે ,એટલે મને કાંઈક લખવા નું કહ્યું  અને મેં કોશિશ કરી . થોડું  થોડું રોજ લખતી , એ વાંચી ‘મમ્મી , તમે સરસ લખો છો ‘એમ કહી મને પ્રોત્સાહીત્ત કરતો .આજે શું નવું લખ્યું , શું વાંચ્યું વગેરે વાતો કરતો  અને અલગ અલગ સબ્જેક્ટ વિષે લખવા નું કહેતો .અલગ અલગ બ્લોગ ના નામ પણ શોધી આપતો .ધીરે ધીરે મને આ બધુ ગમવા લાગ્યું .હું વિચારી ને લખવા લાગી ,મારો શોખ મને કામ આવ્યો અને સાચું કહું તો કોઈ દિવસ કોમ્પ્યુટર પર  કાંઈ કરેલું નહી કે કાંઈ આવડે નહી તો પણ શીખી. મારા દીકરા એ મને ઘણું શીખવાડ્યું ,ક્યારેક મારાપર ગુસ્સે થાય તો મને લાગી આવતું તો સોરી કહી મને ફરી શીખવે .બસ આમ જ આ બ્લોગ ની શરૂઆત થઇ . વાચકો ના પ્રતિભાવો એ આગળ વધવા  ની પ્રેરણા આપી .મારા પતિ અને કુટુંબી જનો નો સાથ સહકાર મળ્યો અને બસ આમજ એક વર્ષ પૂરું થયું .ઘણી ભૂલો પણ થઇ હશે પણ આપ સર્વે નો પ્રેમ અને સાથ સહકાર થી હું એ ભૂલો ને સુધારી શકીશ એવી આશા સાથે નવા વર્ષ ની શરૂઆત કરવા થનગનતું મન આપ સર્વે નો આભાર માને છે .

હેપી બર્થડે ટુ  સ્ટોપ.કો.ઇન 🙂

મારો અનુભવ :

મુશ્કેલી માં પ્રભુ આપણી સાથે જ હોય છે પણ આપણે એના સ્વરૂપ ને ઓળખી શકતા નથી .કે એના મદદ માટે લંબાયેલા હાથ ને પકડી શકતા નથી .

પ્રભુ એ દરેક ને કાંઈક આવડત આપી જ છે ,જરૂર છે માત્ર એને ઓળખી સદુપયોગ કરવા ની .

જીવન  માણવા માટે છે ,હતાશા થી ઘેરાઈ ને બરબાદ કરવા માટે નહી .

જીવન પ્રભુ ની સુંદર ભેટ છે એને વેડફી ના દેવાય .

પુરુષાર્થ વગર પ્રારબ્ધ પણ પાંગળું છે .

અને આ બધા નું શ્રેય મારા ઇષ્ટદેવ શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને મારા લાડકા દીકરા કાના( કાર્તિક ) ને .

અને હા આજે મારા બીજા બ્લોગ નો પણ હેપી બર્થ ડે છે .

હેપી બર્થ ડે ટુ સરોવર .વર્ડપ્રેસ .કોમ .

2 Replies to “અનુભવ”

Leave a Reply