અસ્ત  વ્યસ્ત

​સૌ પોતપોતાના સેલ   ફોનમા વ્યસ્ત છે,

જીવન  આમજ  નેટ મા અસ્ત  વ્યસ્ત  છે.
ખીલેલી કુદરત ને  જોવા  સમય નથી ,

ઈશ્વરે બનાવેલી દુનિયા  કેવી મસ્ત  છે . 
ક્યાં  જોઈ શકાય છે  કોઈનો ચહેરો નીરખીને ?

ચહેરા પર બુકાની નો  જબ્બર બંદોબસ્ત છે ..
પ્રદુષણ નો  પ્રકોપ જોયો  આજે તારા શહેરમાં , 

ચન્દ્ર  જેવો ચન્દ્ર  પ્રદુષણ થી રોગ ગ્રસ્ત છે .
ફેસબુક અને વોટ્સ એપ દુરી વધારી  છે   એવી  ,

જુઓ  ફેમીલી  આખું   નેટ મા અસ્ત  વ્યસ્ત  છે.

વોટસઅપ મિત્ર સંગીતા કીનારીવાલા એ મોકલાવેલી સુંદર ગઝલ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરુ છુ.આશા છે આપ સૌ ને પણ ગમશે.

Leave a Reply