આંસુ

આંખ માંથી તો પછી છેલ્લે  નીકળતું હોય છે ,

પણ ટીપે ટીપું એનું હ્રદય માં બનતું હોય છે .

વાત નીકળી છે તો ચાલ તને એ કહી દઉં ,

એ ભલે લાગે ભીનું પણ ધગધગતું હોય છે .

કોઈ પણ ઉમર જાતિ કે  પછી ધર્મ હો ,

હોય હર્ષ નુ તોય ખારાશ પડતું હોય છે .

કર પ્રયોગ , જોઈ જો ,એમ કાંઈ બનતું નથી ,

સરકે ભલે ને એ પાણી સમ ,એ સળગતું હોય છે .

શું માનવી કે ઈશ્વર બધા આમ તો સમાન છે ,

કોઈ ને જોઈ કોઈ ક્યાં સચ્ચે જ પીગળતું હોય છે .

————— ડૉ મુકેશ જોશી .

Leave a Reply