આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે,
કોઈથી સહેવાય નહીં પણ સહી લીધું અમે.
શમણું ગણીને આંખમાં રોકી એ ક્યાં શક્યા?
આંસુ બનીને આખરે બસ વહી લીધું અમે.
કિનારો કઈ દિશામાં જલદી આવી મળે?
વિચારતાં મઝધારમાં પણ રહી લીધું અમે.
રાખીને યાદ કેવું, ભૂલકણું થવું પડયું.
હોઠે તો નામ હતું જ પણ નહી લીધું અમે,
બિંદુ સભાની મધ્યે ફરતું થયેલું જોઈ ,
લેવાનુ મન હતું નહીં પણ લઈ લીધું અમે.
ડૉ .મુકેશ જોષી
You must log in to post a comment.